www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાગવત બાદ હવે ઇંદ્રેશકુમારનો ભાજપ પર આકરો કટાક્ષ

‘અહંકારી’ને ભગવાન રામે જ 241 સીટમાં અટકાવી દીધા : સંઘ નેતાનો મોટો પ્રહાર


રામનો વિરોધ કરનારી ‘ઇન્ડિયા’ને પણ સત્તા ન મળી, ઇશ્વરનો ન્યાય ખરો અને આનંદદાયક છે

સાંજ સમાચાર

જયપુર, તા. 14
સંઘ પ્રમુખ મોહન ભાગવત બાદ હવે વધુ એક આરએસએસના વરિષ્ઠ નેતા ઇંદ્રેશકુમારે ભાજપ પર નિશાન સાધ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના (ભાજપ)ના અહંકારે તેમને લોકસભાની ચૂંટણીમાં 241 સીટ પર લાવી દીધુ. ઇંદ્રેશકુમારે ‘ઇન્ડિયા’ ગઠબંધનને રામ વિરોધી કહ્યા હતા. 

લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રમાં એનડીએની સરકાર બની ગઈ છે. જો કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી નથી અને પરિણામ ધાર્યા પ્રમાણે આવ્યા નથી. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાએ લોકસભા ચૂંટણીના પરિણામો પર આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધ્યું છે. 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામો પર સત્તાધારી ભાજપને ’અહંકારી’ અને વિપક્ષ .N.D.I.A ગઠબંધનને ‘રામ વિરોધી’ ગણાવ્યા છે. ઈન્દ્રેશ કુમારે કહ્યું, ‘રામ દરેક સાથે ન્યાય કરે છે. 2024ની લોકસભા ચૂંટણીને જોઈ લો.’ જે પાર્ટીએ ભગવાન રામની પૂજા કરી, તે અહંકારી બની ગઈ, તેને 241 પર જ અટકાવી દેવામાં આવી, પરંતુ તેને સૌથી મોટી પાર્ટી બનાવવામાં આવી હતી.’ 

આ ઉપરાંત .N.D.I.A ગઠબંધનનો ઉલ્લેખ કરતા સ્પષ્ટપણે કહ્યું કે, ’જેમને રામમાં આસ્થા ન હતી, તેઓને એકસાથ 234 પર રોકી દેવામાં આવ્યા.’ રામનો વિરોધ કરનારામાંથી કોઈને સત્તા આપવામાં આવી નથી. ત્યા સુધી કે બધાને એક સાથે નંબર 2 પર જ રહી ગયા. ઈશ્વરનો ન્યાય સાચો અને આનંદદાયક છે.’ 

ઈન્દ્રેશ કુમાર ગુરૂવારે જયપુર નજીક કનોટા ખાતે ’રામરથ અયોધ્યા યાત્રા દર્શન સમારોહ’ સંબોધન કરી રહ્યા હતા. ઇન્દ્રેશ આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય પણ છે. જો કે, તેમણે તેમના નિવેદનમાં કોઈ પક્ષનું નામ લીધું નથી. પરંતુ તેનો ઈશારો સ્પષ્ટ રીતે પક્ષ અને વિપક્ષ પર હતો. 

ઇન્દ્રેશકુમારે કહ્યું કે, ભગવાનનો ન્યાય સાચો અને આનંદદાયક હોય છે. જે લોકો તેમની પૂજા કરે છે તેમણે વિનમ્ર હોવું જોઇએ અને જે લોકો વિરોધ કરે છે. ભગવાન પોતે તેમનો ઉકેલ લાવી દે છે.

તેમણે કહ્યું કે, ભગવાન રામ ભેદભાવ  કે સજા કરતા નથી. રામ કોઇને વિલાપ કરાવતા નથી. રામ દરેકને ન્યાય આપે છે. તેઓ આપે છે અને આપતા રહેશે.  ભગવાન રામ ન્યાયપ્રિય હતા અને હંમેશા રહેશે. એક તરફ તેમણે લોકોની રક્ષા કરી તો બીજી તરફ રાવણનું પણ ભલુ કર્યુ હતું.

Print