www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાલે પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા "કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ” આયોજન


કેન્સર નિષ્ણાંત ડો.દુષ્યંત માંડલીક મોં, ગળું, જડબાંના કેન્સરનું નિદાન કરી અપાશે

સાંજ સમાચાર

રાજકોટ, તા.21
શહેરના જરૂરીયાતમંદ નાગરિકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા 24 વર્ષથી કાર્યરત પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત આસ્થા ઓન્કોલોજી એશોશિયેટસ હેલ્થ કેર ગ્લોબલ (ઇંઈૠ)ના સંયુકત ઉપક્રમે છેલ્લા એકદસકાથી સમગ્ર વિશ્ર્વને કેન્સરના રોગથી નાથવા દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે "કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ" હાથ ધરાયો છે. 
જે અંતર્ગત આવતીકાલ તા.22 જૂનને શનિવારના રોજ સવારે 9 થી 10 વાગ્યા સુધી કેન્સર નિષ્ણાંત ડો.દુષ્યંત માંડલીક પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ "કિલ્લોલ", 1-મયુરનગર, રાજકોટ મહાનગર પાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. રજિસ્ટ્રેશન માટે ફોન નં. 2704545 પર સંપર્ક કરવાનો રહેશે. આ કેમ્પમાં તબીબ ડો.દુષ્યંત માંડલીક સેવાઓ આપશે. જે અંતર્ગત મોં, ગળું, જડબાના કેન્સરનું નિદાન કરી અપાશે. 

ટ્રસ્ટના મેડિકલ સેન્ટરમાં ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઈ રૂપાણી, અંજલિબેન રૂપાણી, રંજનબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, મેહલભાઈ રૂપાણી, રાજેશભાઈ રૂપાણી તથા અમીનેશભાઈ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટની મેડીકલ કમિટીના મેમર્બ્સ ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડો.નયનભાઈ શાહ, ડો.વિભાકરભાઈ વચ્છરાજાની, દિવ્યેશભાઈ પટેલ તથા બિપીનભાઈ વસા કાર્યરત છે.

 

Print