www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘કલ્કિ’ 2898 એડી’: અતીતના બહાને ભવિષ્યની દુનિયાની ઝલક દેખાડતી જબરદસ્ત ફિલ્મ


સાંજ સમાચાર

મુંબઈ: પૌરાણિક કથાઓ દર્શકોને હંમેશા આકર્ષિત કરતી હોય છે સાથે સાથે ભવિષ્યની ઝલક મેળવવાની પણ ઈચ્છા પણ દર્શકને હોય. ગઈકાલે રિલીઝ થયેલી ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ અતીતના રહસ્યોને લઈને ભવિષ્યની દુનિયાની દુનિયા સુધીની ઝલક દેખાડે છે. ફિલ્મના ડાયરેકટર નાગ અશ્વિને ભગવાન વિષ્ણુના દશ અવતારોમાં છેલ્લા અવતાર કલ્કિના બહાને લગભગ 6 હજાર વર્ષની યાત્રા ફિલ્મમાં દર્શાવી છે. જયારે ફિલ્મમાં મોટા સ્ટાર્સની હાજરીના કારણે લાંબા સમય બાદ સિનેમા ઘરોમાં રોનક પરત ફરી છે.

ફિલ્મની શરૂઆત મહાભારતના યુદ્ધથી થાય છે. જયારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થમા (અમિતાભ બચ્ચન) એ પાંડવોના વંશનો નાશ કરવા માટે અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર ચલાવી દીધુ હતું.

ભગવાન કૃષ્ણે તેને શ્રાપ આપ્યો હતો કે પોતાના આ પાપના કારણે તે મૃત્યુ માટે તરસતો રહેશે. અશ્વત્થમાએ પ્રાયશ્ચિતની માંગ કરી તો કૃષ્ણે કહ્યું કે હજારો વર્ષ બાદ તું મારા અવતારની રક્ષા કરીશ. ત્યારબાદ કથા લગભગ 6 હજાર વર્ષ બાદ એટલે કે 2898 એડીમાં પહોંચી જાય છે. જેમાં બદતર હાલતમાં પહોંચી ચુકેલી દુનિયામાં સામાન્ય માણસ હવા અને પાણી માટે તરસી રહ્યા છે.

હજારો વર્ષોથી મૃત્યુની રાહ જોતા અશ્વત્થમાને અચાનક અનુભવ થાય છે કે હવે તેના જાગવાનો સમય આવી ગયો છે. આગળ શું થાય છે તે જોવા માટે ફિલ્મ જોવી રહી.
ફિલ્મની કથા અને પટકથા નાગ અશ્વિને જ લખ્યા છે. ફિલ્મની શરૂઆત એક અંધારી અને અનોખી દુનિયાથી થાય છે. પ્રથમ એક કલાકમાં ડાયરેકટર પાત્રોનો પરિચય આપે છે, જે દર્શકોનું મનોરંજન નથી કરતા તેથી ફિલ્મ ભારે લાગે છે.

કુલ મળીને ફિલ્મની ગુંચવાયેલી વાર્તા આપને પણ ગુંચવી નાખે છે. જો કે ઈન્ટરવલ પહેલા કથા રસપ્રદ વળાંક લઈ લે છે. ઈન્ટરવલ બાદ પુરા રંગમાં આવી જાય છે. ફિલ્મનો કલાયમેકસ પણ જબરદસ્ત બન્યો છે. આ ફિલ્મ ભારતીય સિનેમામાં હોલીવુડની ઝલક દેખાડે છે. જો કે ત્રણ કલાક લાંબી આ ફિલ્મની લંબાઈને એડીટીંગ ટેબલ પર ઘટાડ શકાઈ હોત.

ફિલ્મને ખૂબ જ રોમાંચક વળાંક પર પુરી કરાઈ છે અને આગળની ‘કલ્કિ’ની કથા સિકવલમાં દર્શાવાશે. એકિટંગની વાત કરીએ તો પ્રભાસ કોમેડી સિકવલ્સમાં જામતો નથી. સિકવન્સમાં ફુલ ફોર્મમાં જોવા મળે છે.

અમિતાભ બચ્ચને શાનદાર અભિનય કર્યો છે. પ્રભાસ સાથેના તેના લડાઈના સીન જોરદાર બન્યા છે. દીપિકા પોતાના રોલમાં બહેતરીન લાગે છે. કમલ હાસન ઓછા સીનમાં જબરદસ્ત લાગે છે. બેકગ્રાઉન્ડ સ્કોર, વીએફએકસ કમાલના છે. જો કે ગીત-સંગીત નિરાશ કરે છે.

 

Print