www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘મહારાજ’: જુનૈદ ખાનની પહેલી ફિલ્મમાં દમદાર એકટીંગ: ફિલ્મમાં કોન્ફલીકટની કમી ખટકે છે

મુંબઈના દોઢસો વર્ષ જૂના ચકચારી ‘મહારાજ લાયેબલ’ કેસ પર આધારિત ફિલ્મ


સાંજ સમાચાર

મુંબઈ: પાખંડી ધર્મગુરુના વ્યભિચારની સામે લડત ચલાવનાર ગુજરાતી પત્રકાર કરશનદાસ મુળજીની રિયલ ઘટના પર બનેલી ફિલ્મ ‘મહારાજ’ નેટ ફિલકસ પર રિલીઝ થઈ ગઈ છે.

વર્ષ 1862માં ‘મહારાજ લાયેબલ’ કેસ તરીકે આ ચર્ચિત સત્ય ઘટના પર ગુજરાતી લેખક સૌરભ શાહની નવલકથા ‘મહારાજ’ પરથી આ ફિલ્મની નેટ ફિલકસ પર રજુઆત સામે પુષ્ટિમાર્ગીય અનુયાયીઓએ હાઈકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો, જો કે હાઈકોર્ટે આ ફિલ્મના પ્રસારણને બાદમાં મંજુરી આપી હતી.

સુપર સ્ટાર આમિરખાનના પુત્ર જુનૈદે આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. ફિલ્મના કથાનક મુજબ કરસનદાસ (જુનૈદ)ના મનમાં બાળપણથી જ ધર્મ, સમાજની વિસંગતિઓ સામે સવાલ ઉઠે છે. તે પરદા પ્રથાના વિરોધી હતા. વિધવા લગ્નના હિમાયતી હતા. જ્યારે તેને ખબર પડે છે કે તેના જ ધર્મના ધર્મગુરુ જેજે (જયદીપ અહલાવત) ભોળા લોકોની અંધશ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવે છે, ભોળી છોકરીઓ પાસે ચરણસેવાના નામે શારીરિક શોષણ કરે છે ત્યારે તે ચૂપ નથી બેસતો જયારે તેની જ મંગેતર કિશોરી (શાલિની પાંડે)ની આબરૂ લુટવામાં આવે છે.

કરશનદાસ તેની લેખિની દ્વારા મહારાજ જેજેનો ભાંડો ફોડે છે. મામલો કોર્ટમાં જાય છે. આ મહારાજ લાયેબલ કેસ ભારતીય કાનૂન અને ઈતિહાસનું મહત્વનું પ્રકરણ છે. આ કેસમાં મહારાજ જેજે દોષી ઠરે છે અને કરશનદાસને પ્રતિષ્ઠા સાથે મુક્ત કરાય છે.

ભગવાન આપણી અંદર જ છે ત્યાં સુધી પહોંચવા માટે કોઈ ભાષા, મહારાજ જેવા જેજેની જરૂર નથી. આ ફિલ્મમાં નિર્દેશક સિદ્ધાર્થ મલ્હોત્રાએ હળવા ટોનથી નહીં ગંભીરતાથી મુદો રજુ કર્યો છે. જો કે ફિલ્મમાં, કોર્ટ કેસ રસપ્રદ નથી બનતો. અહી કોન્ફલીકટ (અંતદ્વંદ્વ)ની કમી ખટકે છે. ખાસ મુદાની ફિલ્મને પસંદ કરવા માટે જૂનૈદના વખાણ કરવા પડે કરશનનું કદાવર પાત્ર તેમણે આત્મવિશ્વાસથી ભજવ્યું છે.

જો કે ડાયલોગ ડિલીવરીમાં નાટકની છાપ જોવા મળે છે જેજેના પાત્રમાં જયદીપ અહલાવતે ઉમદા પર્ફોર્મન્સ આપ્યુ છે. તે તેના હાવ-ભાવથી ઘણું કહી જાય છે. શાલિની પાંડે અને શર્વરી વાઘે સારું કામ કર્યું છે.

Print