www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘નીટ’ પેપરલીક કાંડ: સીબીઆઈના રડારમાં સોલ્વર ગેંગના 33 સભ્યો: થશે પૂછપરછ


2021ના ‘નીટ’માં કૌભાંડના પ્રયાસમાં આરોપીઓ સામે વારાણસીના સારનાથમાં કેસ નોંધાયો હતો

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.28
‘નીટ’ પેપર લીક મામલાને લઈ સીબીઆઈ એલર્ટ મોડમાં આવી ગઈ છે. વારાણસીના સારનાથ પોલીસ સ્ટેશનમાં 2021માં કેસ નોંધાયો હતો. આ આરોપીઓની પુછપરછ કરીને સીબીઆઈ ગેંગ તરફ પહોંચવાનો પ્રયાસ કરશે અને અન્ય આરોપીઓની ધરપકડ માટે પણ કોશિશ કરી રહી છે.

‘નીટ’ પેપર લીક મામલામાં સીબીઆઈના રડાર પર પુર્વાંચલ, બિહાર, ઝારખંડ, ત્રિપુરા અને કર્ણાટકનો સોલ્વર ગેંગના 33 સભ્યો છે. બધા 2021ના નીટના કૌભાંડના પ્રયાસના આરોપમાં સારનાથ પોલીસ સ્ટેશનના આરોપી છે. ત્યારબાદ 48 આરોપીઓના નામ બહાર આવ્યા હતા.

મુખ્ય સૂત્રધાર મિર્ઝાપુરના ચુનાર પોલીસ સ્ટેશનના કેલહટના ડો. શરદસિંહ પટેલની 22 એપ્રિલ 2024ના એસટીએફે આરઓ/એઆરઓ (પ્રારંભીક) પરીક્ષા 2023નું પેપર લીક કરવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી.

સારનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસની વિવેચનામાં 48 આરોપીઓમાંથી 21ની જ ધરપકડ કરવામાં આવી હતી. 9ની સામે ગેંગસ્ટર એકટ મુજબ કાર્યવાહી કરાઈ હતી.

Print