www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘રૌતુ કા રાઝ’ : નવાઝની વધુ એક મર્ડર મિસ્ટ્રી!


સાંજ સમાચાર

મર્ડર મિસ્ટ્રી ફિલ્મો હંમેશા દર્શકોની પસંદ રહી છે. ખાસ કરીને OTT દર્શકોનો એક વર્ગ આવી ફિલ્મોને ખૂબ પસંદ કરે છે. પરંતુ સામાન્ય રીતે આ પ્રકારની ફિલ્મોમાં પરિસ્થિતિઓ ખૂબ જ ઝડપથી બદલાતી રહે છે, પરંતુ નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘ રૌતુ કા રાઝ’ આ અઠવાડિયે સીધી OTT પર રિલીઝ થઈ છે કે જે એક થ્રિલર છે. પરંતુ સાથે સાથે ફિલ્મમાં કોમિક પંચ પણ છે.

આ ફિલ્મ ઉત્તરાખંડના પ્રખ્યાત હિલ સ્ટેશન મસૂરીના એક ગામ રૌતુ કી બેલીની વાર્તા છે. પહાડી વિસ્તાર હોવાથી અહીંના લોકોના જીવનમાં કોઈ અરાજકતા નથી. અહીંના લોકોનું ગુના સાથે ઓછું કનેક્શન હોવાથી પોલીસકર્મીઓ પાસે કામ ઓછું હોય છે. સુંદર ખીણોમાં વસેલા આ ગામમાં વિકલાંગ બાળકો માટે સેવાધામ નામની શાળા છે.

પરંતુ એક દિવસ અચાનક તે વિસ્તારના ઈન્સ્પેક્ટર દીપક સિંહ નેગી (નવાઝુદ્દીન સિદ્દીકી)ને સમાચાર મળે છે કે સેવાધામ સ્કૂલની વોર્ડન સંગીતા (નારાયણી શાસ્ત્રી)ની હત્યા કરવામાં આવી છે. તે તેના સાથીદાર સબ ઈન્સ્પેક્ટર નરેશ પ્રભાકર ડિમરી (રાજેશ કુમાર) સાથે કેસની તપાસ શરૂ કરે છે. હત્યાના કેસોની તપાસમાં અનુભવના અભાવે ઈન્સ્પેક્ટર દીપક અને તેના સાથીદારોને અલગ અલગ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

દરમિયાન, શંકાની સોય શાળાના સંચાલક મનોજ કેસરી (અતુલ તિવારી) તરફ ફરે છે. તે જ સમયે, શાળાના આચાર્યથી શરૂ કરીને અને કેટલાક અન્ય લોકો પણ શંકાના દાયરામાં આવે છે. તેમજ એક નવી વાત સામે આવી છે કે શાળાની કિંમતી જમીન પર પણ કેટલાક માફિયાઓ નજર રાખી રહ્યા છે. શું ઈન્સ્પેક્ટર દીપક નેગી રૌતુમાં થયેલી આ હત્યાનો ભેદ ઉકેલી શકશે? આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મના દિગ્દર્શક આનંદ સુરાપુરે એક રસપ્રદ વાર્તાને મજેદાર રીતે સ્ક્રીન પર રજૂ કરી છે. બે કલાકથી ઓછા સમયમાં, ફિલ્મ સીધા મુદ્દા પર પહોંચી જાય છે. જે બાદ હત્યાના રહસ્યની તપાસ ધીમે ધીમે આગળ વધે છે. ગામડાના સરસ મજાનાં વાતાવરણમાં સામાન્ય લોકો વચ્ચેના કોમેડી દ્રશ્યો દર્શકોને ગમે તેવા છે. ધીમી ગતિએ આગળ વધતું રહસ્ય પણ દર્શકોને વ્યસ્ત રાખે છે.

ઈન્ટરવલ પહેલા, ફિલ્મ ધીમી પણ મજેદાર રીતે આગળ વધે છે પરંતુ બીજા હાફમાં વાર્તા વધુ રસપ્રદ બની જાય છે. ફિલ્મનો ક્લાઈમેક્સ ખૂબ જ અલગ છે. કલાકારોના અભિનયની વાત કરીએ તો નવાઝુદ્દીન એકલા હાથે આ ફિલ્મને લહેંચતો હોય એવું લાગે. બાકીના કલાકારોનું કામ એવરેજ છે.
[email protected]

કેમ જોવી?:  હોરર એન્ડ કોમેડી જોનારની ફિલ્મોના ચાહક હોવ તો!
કેમ ન જોવી?: નવાઝની એક્ટિંગ પસંદ ન હોય તો!

THIS WEEK ON OTT
1)    નેટફ્લિક્સ : અ ફેમેલી અફેર
2)    ડિઝની +હોટસ્ટાર : આવેશમ
3)    એમેઝોન પ્રાઇમ વિડિયો : સિવિલ વોર
4)    એમેઝોન પ્રાઇમ વિડિયો : શર્માજી કી બેટી

સાંજ  સ્ટાર 
2.5 ચોકલેટ

Print