www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આવનાર 6 મહિનામાં બોક્સ ઓફિસ પર થશે ‘સ્ટાર’ વોર્સ!


સાંજ સમાચાર

મુંબઇ: આગામી 6 મહિલા ફિલ્મ ઉદ્યોગ માટે આશા જગાવનારા છે ત્યારે અનેક મેગા બજેટ અને ભવ્ય અને સુપરહિટની સિક્વલો રજુ થઇ રહી છે. એટલું જ નહીં આ બિગ ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર કલેશ સર્જાવાની પણ શક્યતાઓ છે. આવનારા દિવસોમાં જુલાઇમાં કમલ હાસનની ફિલ્મ ‘હિન્દુસ્તાની-2’ અને અક્ષયકુમારની ‘સરફિરા’ ફિલ્મ વચ્ચે ટક્કર થશે. ઇન્ડીપેન્ડન્સ-ડેએ ‘સ્ત્રી-2’, ‘ખેલ ખેલ મેં’, ‘વેદા’, ‘ડબલ સ્માર્ટ’ની ટક્કર થશે. ગાંધી જયંતીએ ‘દેવાર’, ‘સ્કાય ફોર્સ’, દશેરાએ ‘વિકી વિદ્યા કા વો વાલા’ ‘વીડિયો’, ‘દેવા’, ‘કંગુવા’ વચ્ચે ટક્કર થશે. જ્યારે દિવાળીના તહેવારમાં ‘સિંઘમ અગેઇન’, ‘ભૂલ ભૂલૈયા-3’ 6 ડિસેમ્બર ‘પુષ્પા-2’, ‘છાવા’ ક્રિસમસના તહેવારમાં ‘સિતારે જમીન પર’, ‘બેબી જોન’ વગેરે ફિલ્મો રજૂ થશે.

Print