www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘તારા વિના કંઈ જ શક્ય નથી...’; જીત બાદ વિરાટે અનુષ્કા માટે મેસેજ લખી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો


સાંજ સમાચાર

ભારતે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો અને ટાઈટલ જીત્યું હતું. બાર્બાડોસમાં શનિવારે રમાયેલી અંતિમ T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવ્યું હતું.

આ સાથે ભારતે ICC ટ્રોફી જીતવા માટે 11 વર્ષની રાહનો પણ અંત કર્યો. આ જીત બાદ સામાન્ય લોકોથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધી દરેક ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન આપી રહ્યા છે.

દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ એક ભાવનાત્મક પોસ્ટ દ્વારા તેને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. હવે કોહલીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હૃદય સ્પર્શી પોસ્ટ પોસ્ટ કરીને અનુષ્કા પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે. 

વિરાટે પત્ની અનુષ્કા સાથેનો ફોટો પોસ્ટ કર્યો અને તેના સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો. વિરાટે ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું, "તારા વિના આમાંથી કંઈ પણ જરા શક્ય ન હોત... માય લવ!” તે મને નમ્ર અને ગ્રાઉન્ડેડ રાખ્યો. તે હંમેશા સંપૂર્ણ પ્રમાણિકતા સાથે કહ્યું છે કે તે કેવી રીતે હોવું જોઈએ. હું તારો આભારી છું. આ જીત જેટલી મારી છે એટલી જ તારી છે. 

Print