www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટના 8 તાલુકામાં 24 કલાકમાં 0.5 થી 3 ઈંચ વરસાદ


ગોંડલમાં ધોધમાર-3 અને જેતપુરમાં-2 ઈંચ: રાજકોટ, કંડોરણા, ઉપલેટા, ધોરાજીમાં 0.5-0.5 ઈંચ પાણી વરસ્યુ: વિંછીયા, જસદણ-લોધીકા કોરા ! રાજકોટ શહેરમાં બપોરે જોરદાર ઝાપટા વરસ્યા

સાંજ સમાચાર

રાજકોટ,તા.27
સૌરાષ્ટ્ર-ગુજરાતનાં મોટાભાગનાં જિલ્લાઓમાં છેલ્લા કેટલાંક દિવસોથી ચોમાસુ સકિય બની ગયુ છે અને સર્વત્ર સાર્વત્રિક સારો વરસાદ પડવા લાગ્યો છે.સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં, પણ ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે.ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ, છેલ્લા 24 કલાક દરમ્યાન આઠ તાલુકાનો મળી કુલ-8 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ખાસ કરીને છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટ જિલ્લાનાં ગોંડલ અને જેતપુર તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકામાં -3 ઈંચ અને જેતપુરમાં 2 ઈંચ વરસાદ પડયો હતો.આ ઉપરાંત પડધરીમાં માત્ર 2 મી.મી રાજકોટ શહેરમાં 0.5 ઈંચ, કોટડા સાંગાણીમાં -9 મી.મી., કંડોરણામાં 15 મી.મી, ઉપલેટામાં 15મી.મી, તથા ધોરાજીમાં 15મી.મી, વરસાદ નોંધાયો હતો.

તથા વિંછીયા, લોધીકા, અને જસદણ તાલુકા કોરા રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે આજે સવારથી પણ રાજકોટ શહેર અને જિલ્લામાં સખ્ત બફારા વચ્ચે વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. રાજકોટ શહેરમાં બપોરે 12 કલાકે અને 12.45 કલાક આસ-પાસ સખ્ત બફારા બાદ બે વખત જોરદાર ઝાપટા વરસી જતા રાજયમાર્ગો અને શેરીઓમાં પાણી વહી ગયા હતાં. સખ્ત બફારા બાદ ઝાપટા વરસી જતા શહેરીજનોને થોડી ઠંડક થઈ હતી.જો કે બપોરે એક વાગ્યા બાદ રાજકોટ શહેરમાં ફરી વરસાદ રોકાઈ ગયો હતો. અને ધૂંપ છાંવ, વચ્ચે ફરી બફારો વર્તાવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટનું આજનું વાતાવરણ જોતા બપોરે કે સાંજે ગમ્મે ત્યારે ફરી શહેરમાં વરસાદ તુટી પડે તેવા એંધાણ છે.

♦ઉપલેટાના ચિત્રાવડ અને ખીરસરા વચ્ચેનો પૂલ તુટયો

♦મોજ-નદીમાં પૂર આવતા પુલ ભાંગ્યો: 20-ગામો સંપર્ક વિહોણા

ગુજરાતના વિવિધ જિલ્લા અને તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે નદી-નાળા છલકાયા છે. આ દરમિયાન ઉપલેટાના ચિત્રાવડ અને ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો છે. ભારે વરસાદને કારણે મોજનદીમાં પૂર આવતા આ પુલ તૂટ્યો હતો.

આ પૂલ તૂટતા ચિત્રાવડથી 15થી 20 ગામોના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જામકંઠોરણા તાલુકાના ચિત્રાવડ પાટી, બરડીયા, ગુંનાદાસરી, જામદાદર, મોજ ખીજડિયા, જામથોરાડા, ચરેલ, સાતોદળ, રાજપરા, કાનાવદાળા, બાલાપર, ખજુરડા અને ઉપલેટા તાલુકાના ખીરસરા, અરણી, વડાળી, પડવાલા,ભાયાવદર, ખાખીજાળીયા, ખારચીયા, મોટીપાનેલી, ગીંગણી, સિદસર, જામજોધપુર ગામોથી સીધુ રાજકોટ જવા માટે તો આ મુખ્ય માર્ગ છે.

 ♦રાજકોટ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
 શહેર              મી.મી

ગોંડલ              74
જેતપુર             49
જામ કંડોરણા     15
ઉપલેટા            14
ધોરાજી             15
 પડધરી            2
રાજકોટ શહેર    12
 કોટડા સાંગાણી   9

 

 

 

Print