www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

EVM વેર હાઉસના રૂ.1.91 લાખના વેરાની ચૂકવણી મહાનગરપાલિકાને કરતું કલેક્ટર તંત્ર


કલેક્ટર કચેરીના મુખ્ય બિલ્ડીંગનો મસમોટો ટેક્સ ચુકવવાનું હજુ બાકી

સાંજ સમાચાર

રાજકોટ, તા.23
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસુલાત માટે ખાસ ઝુંબેશ ચલાવાઇ રહી છે. જેમાં રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા માધાપર ખાતે આવેલ ઇવીએમ વેર હાઉસના રૂ.1.91 લાખના વેરાની ચૂકવણી મ્યુનિ. કોર્પોરેશનને કરી દેવામાં આવી છે. 

આ અંગેની પુષ્ટી આજે જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી દ્વારા કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે ઇવીએમ વેર હાઉસનો 1.91 લાખનો મીલ્કત વેરો મ્યુનિ. કોર્પો.ને ચુકવી દેવામાં આવ્યો છે.અહીં ઉલ્લેખનીય છે કે શહેરમાં આવેલી અનેક સરકારી મિલ્કતોના વેરાનું ચુકવણું હજું બાકી રહ્યું છે જેમાં કલેક્ટર કચેરીની મસમોટી રકમનો વેરો પણ હજુ ચુકવવાનો હજુ બાકી છે. 

Print