www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

72 ધંધાર્થી પાસેથી 10.5 કિલો પ્લાસ્ટીક જપ્ત કરાયું


સાંજ સમાચાર

રાજકોટ, તા. 1
રાજકોટમાં પ્લાસ્ટિક વિરોધી ડ્રાઇવમાં તા.29 અને 30ના રોજ ત્રણે ઝોનમાંથી વધુ 10.5 કિલો પ્લાસ્ટિક સોલીડ વેસ્ટ શાખાએ જપ્ત કર્યુ છે. 
સેન્ટ્રલ ઝોનમાં 37 આસામી પાસેથી 7 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂા.9200, વેસ્ટ ઝોનમાં 21 આસામી પાસેથી 3 કિલો માલ પકડી રૂા.પ8પ0 અને ઇસ્ટ ઝોનમાં 14 વેપારી પાસેથી અર્ધો કિલો પ્લાસ્ટિક પકડી ગંદકી કરનારા પાસેથી રૂા. 3700નો દંડ વસુલ કરાયો હતો. 

Print