www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રેલનગર અને ચુનારાવાડમાં પતા ટીંચતા એક મહિલા સહિત 11 ઝડપાયા


પ્રદ્યુમન નગર અને થોરાળા પોલીસની કામગીરી: પોલીસે રૂા .40 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

સાંજ સમાચાર

રાજકોટ તા.1
શહેરનાં રેલનગર અને ચુનારાવાડ વિસ્તારમાંથી પત્તા ટિંચતા એક મહિલા સહિત 11 ઝડપાયાં હતાં. પોલીસે રૂ।0 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ પ્રદ્યુમન નગર પોલીસ મથકનાં એ.એસ.આઈ. સી.એમ.ચાવડા, હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ડાંગર તથા કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ પરમાર, ચાપરાજભાઈ ખવડ, તોફીકભાઈ મંધરા, બ્રીંદાબેન ગોહેલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે રેલનગર કર્ણાવતી સ્કુલની બાજુમાં આવેલ અમૃત સરીતા સોસાયટીમાં મેઇન રોડ ઉપર આવેલ રિધ્ધી કેટ્રસ બોર્ડ મારેલ મકાનમાં વર્ષાબેન વિજયભાઈ જાખેલીયા પોતાની માલીકીના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે.

જે બાતમીના આધારે દરોડો પાડી વર્ષાબેન વિજયભાઈ જાખેલીયા (ઉ.વ 61), રમેશભાઈ ઉર્ફે દિલીપ બટુકભાઈ ડાભી (ઉ.વ 33, રહે.પોપટપરા મેઇન રોડ રામાપીરના મંદીરની બાજુમાં), પરેશ ઉર્ફે બાલી મહેન્દ્રભાઈ સવાણી (ઉ.વ.42, રહે. પોપટરપરા શેરી નં 12), રાજેશભાઈ મહેન્દ્રભાઇ સવાણી (ઉ.વ 46, રહે.પોપટરપરા શેરી નં 12), વિરજીભાઈ જેરામભાઈ પરસોડા (ઉ.વ.61, રહે.મવડી ચોકડી શ્રીનાથજી સોસાયટી શેરી નં-12) ને દબોચી લીધા હતા. પોલીસે ત્રણ મોબાઈલ સહિત રૂ।5, 490નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ ઉપરાંત થોરાળા પોલીસ મથકનાં એ.એસ.આઈ. દેવશીભાઈ ખાંભલા, રાજેશભાઈ મેર, હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ જાડેજા તથા કિરણભાઈ પરમાર, જયરાજસિંહ કોટીલા, પ્રકાશભાઈ ચાવડા તથા કોન્સ્ટેબલ સંજયભાઈ અલગોતર, કિરણબેન ઓતરાજીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમીનાં આધારે દરોડો પાડી ચુનારાવાડ શેરી નં-3માં જાહેરમાં રોડ ઉપર જુગાર રમતાં રાહુલ સુરેશભાઈ પનારા (ઉ.વ.30, રહે.ચુનારાવાડ શેરી નં 3), શની મુકેશભાઇ મકવાણા (ઉ.વ.20,રહે.કુબલીયાપરા શેરી નં-5), રોહન સચીનભાઇ પરમાર (ઉ.વ.20, રહે. કુબલીયાપરા શેરી નં-5), ઓધવજીભાઈ બચુભાઇ સનુરા (ઉ.વ.54, રહે.ચુનારાવાડ શેરી નં 02), અનીલ કિશોરભાઈ સોલંકી (ઉ.વ.25, રહે. કુબલીયાપરા શેરી નં-5), કાજલબેન જીગ્નેશભાઈ રાઠોડ (ઉ.વ.34, રહે. મયુરનગર મેઇન રોડ, રાજમોતીમીલ પાસે) ને પકડી પાડી રોકડ રૂ.14,650 કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Print