www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમરેલી જિલ્લાનાં વિકાસ માટે 12.61 કરોડનાં વિકાસ કાર્યો મંજૂર


સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા. 20
રાજયના મત્સ્યદ્યોગ રાજયમંત્રી અને અમરેલી જીલ્લાના પ્રભારી મંત્રી પરશોતમભાઈ સોલંકીની અઘ્યક્ષતામાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી જીલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.  જીલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જીલ્લાના વિકાસને વેગ આપતા અને લોકોની સુવિધા-સુખાકારીમાં વધારો કરતા રૂ.12.61 કરોડના ખર્ચે થનારા 491 વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે. 

બેઠકમાં, જીલ્લા કલેકટર કચેરી ખાતે સાંસદ ભરતભાઈ સુતરિયા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, અમરેલી જીલ્લા કલેકટર અજય દહિયા, ધારી- બગસરા- ખાંભા વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડિયા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં જીલ્લાના 11 તાલુકાઓ અને 9 નગરપાલિકાઓ માટે વિવિધ અનુદાન હેઠળ વિકાસ કાર્યોનું આયોજન રજૂ કાર્યોને મંજૂરી આપી હતી. 

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડયા, જીલ્લા આયોજન મંડળના નિરીક્ષક એન.આર. ટોપરાણી, જીલ્લા આયોજન અધિકારી એચ.બી.પટેલ. જીલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન જીલ્લાના પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરઓ, સહિતના જીલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારી- કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રભ હતા. 

Print