www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

T20 વર્લ્ડ કપ 2026 માટે 12 ટીમો ક્વોલિફાય થઈ : રેન્કિંગના આધારે પાક-કિવીઝને એન્ટ્રી


T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં રમાશે

સાંજ સમાચાર

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 ટાઇટલ જીત્યા બાદ , ભારતીય ક્રિકેટ ટીમ હવે પરિવર્તનના તબક્કામાંથી પસાર થશે અને તેમની પાસે ટાઇટલ બચાવવા માટે તૈયારી કરવા માટે માત્ર 19 મહિના બાકી છે.

આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં રમાશે. આ ટુર્નામેન્ટ માટે 12 ટીમ સીધી ક્વોલિફાય થઈ છે. આમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમો પણ સામેલ છે જે પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. અમેરિકા અને અફઘાનિસ્તાન જેવી ટીમોએ પણ સુપર 8 માટે ક્વોલિફાય કરીને સીધી લાયકાત હાંસલ કરી છે.

T20 વર્લ્ડ કપ 2026 ની 10મી સિઝન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે આયોજિત કરશે. ભારત અને શ્રીલંકાને યજમાન તરીકે સીધી એન્ટ્રી મળી છે. આ સિવાય સુપર 8માં પહોંચેલા અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝને પણ સીધી એન્ટ્રી મળી છે. આ સિવાય રેન્કિંગના આધારે આયર્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાને પણ આગામી વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય કર્યું છે.

ક્વોલિફિકેશનમાંથી 8 ટીમો આવશે
આ સિવાય યુરોપ ક્વોલિફિકેશનની 2 ટીમો, પૂર્વ એશિયાની 1 ટીમ, અમેરિકાની એક ટીમ, એશિયાની 2 ટીમો અને આફ્રિકા ક્વોલિફિકેશનની 2 ટીમોને T20 વર્લ્ડ કપ 2026 માટે ટિકિટ મળશે. અત્યાર સુધી, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ભારત જ એવી ત્રણ ટીમો છે જેણે 2-2 વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાએ પણ એક-એક વખત ખિતાબ જીત્યો છે.

Print