www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જસદણમાં સંત મુકતાનંદબાપુના 66માં પ્રાગટય દિવસ નિમિત્તે આયોજિત રકતદાન કેમ્પમાં 122 બોટલ રકત એકત્ર


સાંજ સમાચાર

જસદણ, તા. 21
જસદણમાં લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ રાજગોર બ્રાહ્મણ સમાજની વાડી ખાતે પૂજ્ય સંતશ્રી મુકતાનંદબાપુના 66 માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે સમસ્ત રાજગોર સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાધેશ્યામ કોટેક્ષના વિનુભાઈ મહાદેવભાઈ ચાંવ પરિવારના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં રક્તદાતાઓ માટે પીવાનું પાણી, સરબત, ચા-કોફી, કોલ્ડ્રિક્સ સહિતની તમામ વ્યવસ્થા રાખવામાં આવી હતી અને રક્ત આપનાર તમામ રક્તદાતાઓને ગીફ્ટ આપી સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા 122 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જય અંબે મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના સ્ટાફ દ્વારા પુરતો સહયોગ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા જસદણ રાજગોર બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(તસ્વીર : ધર્મેશ કલ્યાણી-જસદણ)

Print