www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જુનાગઢ જિલ્લામાં ગરમીનો પારો ઉંચો ચડતા ઝાડા ઉલ્ટીનાં 15 અને તાવનાં 120 કેસો નોંધાયા: જનજીવન ત્રસ્ત


હીટવેવના પગલે માથાનાં, પેટના દુ:ખાવાના કેસો પણ વધ્યા

સાંજ સમાચાર

જુનાગઢ તા.24
જુનાગઢ અને જીલ્લામાં હાલ 10 દિવસથી સૂર્યનારાયણ સોએ કળાએ ખીલ્યા હોય તેમ રોજબરોજ ગરમીનો પારો ઉંચો ચડી રહ્યો છે આઠ દિવસથી 44 ડીગ્રી ઉપર તાપમાનના કારણે લોકો અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે. રાત્રીના પણ મોડે સુધી બફારાના કારણે જનજીવન રાત દિવસ અસ્તવ્યસ્ત રહેવા પામ્યો છે. ભેજનું પ્રમાણ સવારે 71 ટકા બપોરે 16 ટકા નોંધાયું છે.

છેલ્લા 50 દિવસમાં ભારે હીટવેવના કારણે 130 કેસો માંદગીના નોંધાયા છે. જેમાં હાઈપર તાવના 102, ઝાડા ઉલ્ટીના 15 કેસો નોંધાયા છે. ઉપરાંત માથાનો દુ:ખાવો, પેટમાં દુ:ખાવાના કેસો નોંધાઈ રહ્યા છે.

Print