www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગેમ રમતી વખતે પિતાએ મોબાઈલ ઝુંટવી ઠપકો આપતાં 16 વર્ષિય વિદ્યાર્થીએ ફિનાઇલ પી લીધું


ઘંટેશ્વર વિસ્તારમાં બનેલો બનાવ: ફિનાઈલ પી લેતા સારવારમાં ખસેડાયા

સાંજ સમાચાર

રાજકોટ તા.24
હાલના સમયમાં નાના થી માંડી મોટી ઉંમરના સુધીના લોકો મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. ખાસ કરીને યુવાનોને સોશ્યલ મીડિયા અને મોબાઈલ ગેમે ઘેલું લગાડયું છે. ત્યારે ગેમએ યુવાનના મગજમાં ખૂબ જ હાવી થઈ રહ્યુ છે અને ગેમ રમવાની ના પાડીએ તો ન કરવાનું પગલું ભરી લેતાં હોય છે. તેવો જ એક બનાવ સામે આવ્યો છે.

ગેમ રમતી વખતે પિતાએ મોબાઈલ ઝુંટવી ઠપકો આપતાં 16 વર્ષિય વિદ્યાર્થીએ ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાયો હતો.
બનાવની વિગત મુજબ ઘંટેશ્વર વિસ્તારમાં એક રેસીડેન્સીમાં રહેતો 10 માં ધોરણ વિદ્યાર્થી પોતાનાં ઘરે ગઈ કાલ રાત્રીના  ફોનમા ગેમ રમતો હતો ત્યારે તેના પિતાએ ગેમ રમવાની ના કહી મોબાઈલ ઝુંટવી લેતાં વિદ્યાર્થીએ ફિનાઇલ પી લીધું હતું. બાદ તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં સારુ જણાતાં તબીબે રજા આપી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી.

Print