www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

180 ફીટ અને 11 ઈંચની દુનિયાની લાંબી સાયકલ!! આ સાયકલ ચાલે પણ છે : ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નામ


સાંજ સમાચાર

આમ્સટરડામ: નેધરલેન્ડસના આઠ એન્જીનીયરોએ વિશ્વની સૌથી લાંબી બાઈસીકલ બનાવીને નવો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સાઈકલ 180 ફીટ 11 ઈંચ એટલે કે બે બ્લુ વ્હેલ કે ચાર ડબલ-ડેકર બસ ભેગી કરીએ એટલી લાંબી છે. દુર-દુર સુધી જોઈ શકાય એવી આ સાઈકલ માત્ર શોભા માટે નથી, એ સામાન્ય સાઈકલની જેમ ચાલે પણ છે. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની વ્યકિતના નામે હતો તેણે 2020માં 155 ફીટ 8 ઈંચ લંબાઈ ધરાવતી બાઈસીકલ બનાવી હતી.

લેટેસ્ટ રેકોર્ડ બનાવનારા નેધરલેન્ડસના એન્જીનીયરોએ ઘણાં વર્ષોના પ્રયાસ બાદ આ અકલ્પનીય બાઈક બનાવી છે. આ ટીમનો કપ્તાન 39 વર્ષના ઈવાન શાલ્કે કર્યું છે. રસપ્રદ વાત એ છે કે ઈવાન બાળપણથી જ આ રેકોર્ડ બનાવવા માંગતો હતો. આ સાઈકલના ફ્રન્ટ અને રિયર પાર્ટસ ઈન-હાઉસ તૈયાર થયા હતા, જયારે વચ્ચેનું લાંબુ સ્ટીલ સ્ટ્રકચર બહારથી ખરીદવામાં આવ્યું હતુ.

એક વ્યક્તિએ સાઈકલની આગળ સ્ટીયરીંગ પર અને બીજી વ્યક્તિએ પાછળ પેડલિંગ કરીને 100 મીટરનું અંતર કાપ્યું હતું અને આ રેકોર્ડ બનાવ્યો હતો. આ ઉપરાંત ચાર રાઈડરે પેડલિંગ કરીને સૌથી લાંબી ટેન્ડમ સાઈકલનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ આઈકોનિક સાઈકલ હવે પ્રિન્સેસબીક લોકલ હિસ્ટરી મ્યુઝીયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.

Print