www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શેઢા ભાડથરી ડેમમાં અઢી ફુટ અને ન્યારી-2માં 0.33 ફુટ નવું પાણી ઠલવાયુ


સૌરાષ્ટ્રનાં કુલ 8 ડેમોમાં નવા નીરની સામાન્ય આવક યથાવત

સાંજ સમાચાર

રાજકોટ,તા.29
રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રનાં વધુ આઠ ઠેમોમાં નવા નીરની ધીમી આવક ચાલુ રહેવા પામી છે.  રાજકોટ જિલ્લાનાં ફોફળમાં 0.30 ફુટ, આજી-2માં 0.03 ફુટ અને ન્યારી-2માં 0.33 ફુટ નવા નીરની આવક થવા પામી છે. 

આ ઉપરાંત મોરબી જિલ્લાનાં મચ્છુ-2 ડેમમાં પોણો ફુટ, ઘોડાધ્રોઇમાં 0.33 ફુટ અને બ્રાહ્મણી-2 તથા મચ્છુ-3માં 0.16 ફુટ નવા પાણીની આવક છેલ્લા ર4 કલાક દરમ્યાન થવા પામી હતી.

જયારે જામનગર જિલ્લાનાં ફુલઝર-1 ડેમમાં પોણો ફુટ તથા દ્વારકા જિલ્લાનાં શેઢાભાડથરી ડેમમાં અઢી ફુટ નવું પાણી ઠલવાયું હતું તેમજ સુરેન્દ્રનગર 
જિલ્લાનાં લીંબડી ભોગાવો-2 (વડોદ)માં પણ 0.33 ફુટ નવું પાણીની આવક છેલ્લા ર4 કલાક દરમ્યાન થવા પામી  હતી.

Print