www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

યુવાનોના હૃદય નબળાં પડ્યાં: વધુ બેના શ્વાસ થંભી ગયાં

મેટોડામાં કંપનીમાં કામ કરતી વેળાએ 20 વર્ષીય દર્શિત બેભાન થઈ ઢળી પડ્યો : હાર્ટએટેકથી મોત


રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતાં 43 વર્ષીય હિરેન્દ્રભાઈ જગડનું બપોરે નિંદ્રામાં જ હાર્ટ ફેઈલ થઈ ગયું: મૂળ વડીયાનો દર્શિત ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો: પરીવારમાં કાળો કલ્પાંત

સાંજ સમાચાર

રાજકોટ. તા.14
રાજકોટમાં યુવાનોના હદય નબળાં પડ્યાં હોય તેમ હાર્ટએટેકના બનાવોમાં સતત વધારો જોવા મળતાં યુવાનો માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે મેટોડા અને રાજકોટમાં વધું બે યુવાનોના હદય થંભી ગયાં હતાં.

મૂળ વડીયાનો અને મેટોડામાં એક કંપનીમાં રહેતો 20 વર્ષીય દર્શીત ઉમરણીયા કામ કરતી વેળાએ જ બેભાન થઈ ઢળી પડ્યા બસ દમ તોડતાં ત્રણ બહેનોએ એક નો એક ભાઈ ગુમાવ્યો હતો.

જ્યારે રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર અર્ચના પાર્કમાં 43 વર્ષીય હિરેન્દ્રભાઈ જગડનું નિંદ્રામાં જ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બંનેના મોત હાર્ટએટેકથી થયાનું સામે આવ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ, મેટોડા જીઆઇડીસી ગેટ નં.3 માં આવેલ શિલ્પન સ્ટીલ પ્લાસ્ટર કંપનીમાં રહેતાં અને ત્યાં જ રહેતો દર્શીત પ્રભુદાસ ઉમરણીયા (ઉ.વ.20) ગઈ રાત્રીના નવ વાગ્યાની આસપાસ કંપનીમાં કામ કરતો હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો.

બાદમાં સાથે કર્મચારી અને કારખાનાદારે તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી. બાદમાં મૃતક યુવકના પરિવારજનોને જાણ થતાં સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યાં હતાં અને આક્રંદ મચાવ્યો હતો.

વધુમાં મૃતક યુવક મૂળ વડિયા ગામનો વતની અને કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. તેના પિતા કમાન વર્કનું કામ કરે છે. મૃતક ત્રણ બહેનોનો એક નો એક ભાઈ હતો. જેમના મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી.

જ્યારે બીજા બનાવમાં રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર અર્ચના પાર્ક -4 માં રહેતાં હિરેન્દ્રભાઈ પ્રવીણભાઈ જગડ (ઉ.વ.43) ગઈકાલે બપોરે પોતાના ઘરે સૂતાં હતાં ત્યારે નિંદ્રામાં જ બેભાન થઈ ગયાં હતાં. તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાટલ ફરજ પરના તબીબોએ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતાં.

બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. વધુમાં મૃતક અપરિણીત અને બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતાં. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.

 

Print