www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શુક્રવારે ભાવનગર સિહોરમાં મહાસતી હરબાઇ માતાજી અને અંબાજી માતાના મંદિરના 20મા પાટોત્સવનું આયોજન


યજ્ઞ, ધ્વજારોહણ, અન્નકુટ દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો

સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) 
ભાવનગર, તા.14
ભાવનગર જિલ્લાના સિહોરના બાલાજીનગરમાં આવેલા સમસ્ત શ્રીમાળી સોની મુંજપરા પરિવારના આરાધ્યદેવી મહાસતી શ્રી હરબાઈ માતાજી તથા શ્રી અંબાજી માતાજીના મંદિરમાં આગામી તા.17 મે ને શુક્રવારના રોજ પરંપરાગત રીતે 20 માં પાટોત્સવની હર્ષોલ્લાસપુર્ણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. 

મહાસતી હરબાઈ માતાજી તથા અંબાજી માતાજી ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તેમજ સ્વ. લીલાવંતીબહેન જયંતિલાલ મુંજપરા (હસ્તે ભાવેશભાઈ જયંતિલાલ મુંજપરા અને પરેશભાઈ જયંતિલાલ મુંજપરા)ના મુખ્ય યજમાનપદે યોજાનાર આ પાટોત્સવ અંતગર્ત તા. 17 ને શુક્રવારે સવારે 7 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે, સવારે 10 કલાકે ધ્વજારોહણ થશે, સવારે 11 કલાકે અલૌકિક અન્નકુટના દર્શન થશે, બપોરે 12-39 કલાકે શ્રીફળ હોમાશે. મહાપ્રસાદ બાદ મળનારી જનરલ સભામાં મંદિરના આગામી વિકાસ કાર્યો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમજ નવા ટ્રસ્ટીમંડળની રચના કરાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટીમંડળ તથા મૂક કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહેલ છે.

Print