www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની ડ્રાઈવમાં છરી-ધોકા-પાઈપ સાથે 23 ઝડપાયા


આચારસંહિતા અને હથીયારબંધીનાં જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધી કાર્યવાહી

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) 
વઢવાણ,તા.23
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણી અંતર્ગત હજુ આચારસંહિતા અમલી છે. ત્યારે જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામુ બહાર પડાયુ છે.આ જાહેરનામાની અમલવારી માટે જિલ્લા પોલીસે સમગ્ર ઝાલાવાડમાં ડ્રાઈવ રાખી હતી. જેમાં 23 શખ્સો લાકડી, લાકડાના ધોકા, પાઈપ, છરી સહિતના હથીયારો સાથે ઝડપાતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામુ અમલમાં છે.

ત્યારે પોલીસે લાકડાનો ધોકો, ધારીયુ, છરી, કુંડલીવાળી લાકડી લઈને ફરતા 23 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ત્રણ રસ્તા પાસેથી નગરાનો મહેશ શીવાભાઈ કલોતરા લાકડાના ધોકા સાથે, મોટા કેરાળાનો રાજેશ મશરૂભાઈ ઝાંપડીયા લાકડાના ધોકા સાથે, વઢવાણનો ધર્મેશ ગગજીભાઈ મોરી લોખંડના ધારીયા સાથે, ઉપાસના સર્કલ પાસેથી ખાટકીવાડનો ગફાર મહમદભાઈ બાબીયા લાકડાના ધોકા સાથે, રતનપર સર્કીટ હાઉસ પાછળ પુલ પરથી અસલમ સાઉદ્દીનભાઈ જામ છરી સાથે, મેકસન સર્કલ પાસેથી થોરીયાળીનો દાજી દેવાભાઈ મારૂણીયા લાકડાના ધોકા સાથે, રતનપરમાંથી અનીશ રફીકભાઈ માલાણી છરી સાથે, ગેબનશા સર્કલ પાસેથી શૈલેષ માધાભાઈ કેરડીયા લાકડાના ધોકા સાથે, મુળીના સડલાનો લક્ષ્મરણ રણસીભાઈ મકવાણા લાકડાના ધોકા સાથે, દસાડાના ખેરવામાંથી કમલેશ મેરૂભાઈ રાવળ કુંડલીવાળી લાકડી સાથે, પાટડીમાંથી મુકેશ રામજીભાઈ સુરેલા છરી સાથે, ખારાઘોડામાંથી રાજુ નાનુભાઈ પોરડીયા લાકડી સાથે, ચોટીલા-થાન ચોકડી પાસેથી સુરઈનો લાલજી રસીકભાઈ કણસાગરા લોખંડના પાઈપ સાથે, ડાકવડલામાંથી ખાટડીનો કેતન રાજુભાઈ પડાયા કુંડલીવાળી લાકડી સાથે, ચૂડાના ચોકડી ગામેથી નીલેશ મનસુખભાઈ મોરી છરી સાથે, ધ્રાંગધ્રાના કોંઢ ગામેથી કુલદીપ ધનજીભાઈ વાઘેલા લાકડાના ધોકા સાથે, સાયલાના ધજાળામાંથી નાગર સવશીભાઈ જમોડ લોખંડના પાઈપ સાથે, સાયલામાંથી માલા સોમાભાઈ નાંગહ લાકડાના ધોકા સાથે, લખતરમાંથી ડેરવાળાનો કીશોર કાળુભાઈ ખાખરોળીયા કુંડલીવાળી લાકડી સાથે, છારદમાંથી દસાડાના લીંબડનો લાલજી બુધાભાઈ મામાણી પ્લાસ્ટીકના ધોકા સાથે, લીંબડીના તપસ્વી ચોકમાંથી આમીન તોફીકભાઈ કોડીયા લાકડાના ધોકા સાથે, પાણશીણા ચેક પોસ્ટેથી વઢવાણનો મનીશ બલવાભાઈ વરૂ લાકડાના ધોકા સાથે, મૂળી ત્રણ રસ્તા પાસેથી સુરેન્દ્રનગરનો યુવરાજ નંદલાલ પાટડીયા ઝડપાયો હતો. આ તમામ સામે હથિયારબંધીના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. 

 

Print