www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સલમાનની હત્યા માટે 25 લાખની સોપારી અપાઇ હતી : હથિયાર પાક.થી આવ્યા હતા


મુંબઇ પોલીસના ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા : બિશ્નોઇ ગેંગનો પ્લાન હતો

સાંજ સમાચાર

મુંબઇ, તા. 2
બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાના કાવતરાના કેસમાં નવી મુંબઈ પોલીસે ચાર્જશીટમાં કહ્યું હતું કે સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જેમજ તેની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

બિશ્નોઈ ગેંગ એક્ટર સલમાનની દરેક પ્રવૃત્તિઓ પર નજર રાખતી હતી. તેના બાંદ્રા ઘર, પનવેલ ફાર્મહાઉસ અને ફિલ્મ સિટીમાં અને તેની પ્રવૃત્તિઓની વિગતો એકત્રિત કરી હતી.

સલમાનની હત્યા માટે એકે-47, એમ-16 અને એકે-92નો ઉપયોગ કરવાના હતા જે પાકિસ્તાનથી બિશ્નોઈ ગેંગના સભ્ય દ્વારા લાવવામાં આવ્યા હતા. સલમાન ખાનને મારવા માટે શૂટર્સને 25 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

પનવેલ સિટી પોલીસે તેની ચાર્જશીટમાં કહ્યું છે કે, ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઓગસ્ટ 2023થી એપ્રિલ 2024 વચ્ચે બિશ્નોઈ ગેંગ દ્વારા ઘડવામાં આવ્યું હતું. પોલીસે તેમની ચાર્જશીટમાં બિશ્નોઈ ગેંગના અનેક સભ્યોની ધરપકડ કરી હતી અને કાવતરામાં 60 થી 70 લોકો સામેલ હતા.  

ડોગરે વિડિયો કોલમાં કહ્યું હતું કે તે આ હાઇટેક હથિયારો ખરીદશે પરંતુ તેની ચુકવણી તેના બોસ ગોલ્ડી બ્રારના કેનેડિયન એકાઉન્ટમાં કરવાની રહેશે. તેણે કહ્યું કે શૂટર્સ બ્રાર અને અમોલ બિશ્નોઈની રાહ જોઈ રહ્યા હતા કે તેઓ સલમાનને મારવાના આદેશ આપે. અન્ય આરોપી કશ્યપે વાતચીતમાં કહ્યું, ’સલમાન ખાનને બુલેટ પ્રૂફ કારમાં ફરવા દો, અમારા શૂટર્સ તેને મારી નાખશે.’

Print