www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સમરસ હોસ્ટેલ નજીકથી મધુરસની 35 બોટલ ઝડપાઇ


સાંજ સમાચાર

જામનગર તા.29: જામનગરમાં વધતા જતા દારૂના દૂષણ વચ્ચે જામનગરના ખીજડીયા લાલપુર બાયપાસ રોડ પર આવેલ સમરસ હોસ્ટેલ નજીકથી વધુ એક વખત દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે 35 બોટલ દારૂ સાથે નીકળેલા એક કુખ્યાત શખ્સને પકડી પાડયો છે.

 એલ.સી.બી. કોન્સ્ટેબલ મયુરસિંહ પરમાર તથા  રૂષિરાજસિંહ વાળા તથા હેડ કોન્સ્ટેબલ હરદીપભાઇ બારડને દારૂ મામલે બાતમી મળી હતી. જેને લઇ પોલીસે દોડી જઇ વોચ ગોઠવી હતી. આ દરમિયાન ખીજડીયા લાલપુર બાયપાસ રોડ ઉપર સમરસ હોસ્ટેલ પાસે રોડ ઉપરથી રોહીત ઉર્ફ ઝીંઝુડો દિનેશભાઇ ત્રિવેદી બ્રામણ (ઉ.વ.23 રહે.સાધના કોલોની રાજ લક્ષ્મી બેકરી આગળ જામનગર) નામનો શખ્સ દારૂની 35 બોટલ દારૂ સાથે ઝડપાયો હતો.  પોલીસે 14 હજારની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ કાર્યવાહી પીઆઈ વી.એમ. લગારીયા માર્ગદર્શન મુજબ આર.કે.કરમટા તથા પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના નાનજીભાઈ પટેલ હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી હિતેન્દ્રસિંહ જાડેજા, કામસભાઇ બ્લોચ, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા કલ્પેશભાઇ મૈયડ, ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

Print