www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રૂપિયાની લેતી-દેતી મામલે 35 વર્ષીય વિપુલ ક્યાડાને જીવતો સળગાવી હત્યા


♦ સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતાં વિપુલભાઈ ઘરેથી નીકળ્યાં બાદ ત્રણ શખ્સો સાંઈબાબા સર્કલથી સ્વાતિ પાર્ક જવાના રસ્તા પર લઈ જઈ જલન પ્રવાહી છાંટી સળગાવી નાખ્યા: ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

સાંજ સમાચાર

♦ બળેલી લાશ મળતાં આજીડેમ, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો: ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી બે ભરવાડ અને એક પરપ્રાંતીય શખ્સને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી

 

રાજકોટ. તા.20
આજીડેમ પાસે સાંઈબાબા સર્કલથી સ્વાતિ પાર્ક જવાના રસ્તા પરથી 30 વર્ષીય યુવાનને જીવતો સળગાવી હત્યા કરેલ લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં આજીડેમ, ક્રાઇમ બ્રાન્ચ  એસઓજી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરતાં મૃતક સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી-3 માં રહેતાં વિપુલભાઈ વશરામભાઈ ક્યાડા (ઉ.વ.35) હોવાનું ખુલતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખૂની ખેલ ખેલનાર બે ભરવાડ અને એક પરપ્રાંતીય શખ્સને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી. 

બનાવ અંગે ગઈકાલે સાંજે પોલીસ ક્ધટ્રોલ રૂમમાં આજીડેમ પાસે સાંઈબાબા સર્કલથી સ્વાતિ પાર્ક જવાના રસ્તા પર સળગેલી લાશ પડી હોવાની જાણ થયા બાદ આજી ડેમ પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં અજાણ્યા આશરે 35 થી 40 વર્ષના પુરૂષની મોઢાથી કમર સુધીના ભાગ સુધી આખી અને બાકીના ભાગ સુધી અડધી સળગેલી લાશ જોવા મળી હતી. બાજુમાં એક પ્લાસ્ટીકની બોટલ પણ મળી આવી હતી. જેના પરથી બોટલમાં જે કોઈ જવલનશીલ પ્રવાહી એટલ કે પેટ્રોલ કે ડિઝલ લઈ આવી તે છાંટી લાશ સળગાવાયાના તારણ પર પોલીસ પહોંચી હતી. 

લાશની સ્થિતિ જોતા બીજી કોઈ જગ્યાએ હત્યા કરી લાશ કોઈ વાહનમાં લઈ આવી બનાવ સ્થળે ફેંકી દેવાયાના તારણ સામે આવ્યું હતું. મૃતકની ઓળખ ન મળે તે માટે હત્યારાઓએ લાશ સળગાવી નાંખી હતી. લાશ નજીકથી ઓળખ મળે તેવા કોઈ પુરાવા પોલીસને મળ્યા ન હતાં. મોઢાના ભાગે સીંદરી બાંધી અને બંને હાથ બાંધી મૃતકની હત્યા કરાયાના પુરાવા પોલીસને મળી આવ્યા છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મૃતકે આખી બાયનું કાળુ શર્ટ અને ભુખરા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલું છે. જોકે આ કપડા પણ અડધા બળી ગયા છે. મૃતક અંગે તપાસ કરતાં તે  માટે હાલ તજવીજ ચાલુ છે. સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી-3 માં રહેતાં વિપુલભાઈ વશરામભાઈ ક્યાડા (ઉ.વ.35) હોવાનું ખુલતાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

વધુમાં મળેલ વિગત મુજબ, બનાવ સામે આવ્યાં બાદ તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ,એસઓજી, એલસીબી સહિત આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે યુવાનની હત્યા કરનાર બે ભરવાડ અને એક પરપ્રાંતીય શખ્સને દબોચી આરોપીની સઘન પૂછતાછ હાથ ધરી હતી. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર, મૃતક અને આરોપી વચ્ચે પૈસા બાબતે માથાકૂટ થઈ હતી. પૈસાની લેતી-દેતિમાં યુવકને મોતને ઘાટ ઉતાર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. પોલીસે આરોપીની પૂછતાછ યથાવત રાખી છે.

બે બહેનોએ એકનો એક ભાઈ અને  માસૂમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી
ભગીરથ સોસાયટીમાં રહેતાં વિપુલ ક્યાડા નામના યુવાનની હત્યા થતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયાં હતાં. જાણવા મળેલ વિગત મુજબ, મૃતક લેથ મશીનનું કામ કરતાં હતાં અને તે બે બહેનોનો એક નો એક ભાઈ હતો. તેમજ પરીવાર માટે આધારસ્તંભ હતો. વધુમાં બનાવની કરૂણતા એ હતી કે, મૃતકને સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.

 

Print