www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શાપરમાં 36 વર્ષીય યુવતીના શ્વાસ થંભી ગયાં: હાર્ટએટેકથી મોત


ભાવિકાબેન નિમાવત પોતાની ઘરે જ ઢળી પડ્યાં: પરિવારની એક ની એક પુત્રી અને પિતાનું પણ ચાર માસ પહેલાં હદયરોગના હુમલાથી મોત નીપજ્યું ’તું: અરેરાટી

સાંજ સમાચાર

રાજકોટ. તા.20
યુવાનોના હદય નબળાં પડ્યાં હોય તેમ નાની વયના યુવક-યુવતીઓ હાર્ટ એટેકના ભોગ બની રહ્યાં છે. ત્યારે શાપરમાં 36 વર્ષીય યુવતીને આવેલ હાર્ટએટેક જીવલેણ નીકળતાં મોતને ભેંટી હતી. મૃતક ભાવિકાબેન નિમાવત પરિવારની એક ની એક પુત્રી અને પિતાનું પણ ચાર માસ પહેલાંહદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું સામે આવતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ, શાપરમાં શાંતિધામ સોસાયટીમાં રહેતાં ભાવિકાબેન મુકેશભાઈ નિમાવત (ઉ.વ.36) ગઈકાલે પોતાના ઘરે હતાં ત્યારે સાંજના છ વાગ્યે છાતીમાં દુખાવો ઉપડતાં તેમને સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેણીનું મોત નિપજયું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

વધુમાં મૃતક, ઘરકામ કરતાં અને પરિવારની એક ની એક પુત્રી હતી. બનાવની કરૂણતા એ હતી કે, તેમના પિતાનું પણ ચાર માસ પહેલાં હાર્ટએટેકથી જ મોત નિપજ્યું હતું. બાદમાં પુત્રીએ પણ દમ તોડતાં પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો. 

 

Print