www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ જિલ્લાની લોક અદાલતમાં 36000 કેસ મુકાયા : 60 ટકાથી વધુમાં કિસ્સામાં સમાધાન


જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ વી.બી.ગોહીલ અને બાર એસો.ના હોદ્દેદારો દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું

સાંજ સમાચાર

રાજકોટ, તા.22
રાજકોટ જિલ્લા ન્યાયાલય દ્વારા જણાવ્યા મુજબ, આજ રોજ રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, ન્યુ દીલ્હીના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ. તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનૂની સેવા સતામંડળ, અમદાવાદના ઉપક્રમે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ તથા એકઝીકયુટીવ ચેરમેન શ્રી વૈષ્ણવ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ ના મેમ્બર સેફેટરી આર.એ.ત્રિવેદી તથા જીલલા કાનૂની સેવા સતા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટના ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ વી.બી.ગોહીલના માર્ગદર્શન તથા સબળ નેતૃત્વ હેઠળ રાજોકટ જિલ્લાની તમામ આદાલતોમાં મેગા લોક અદાલત આયોજન કરવામાં આવેલ હતું. 

પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ વી.બી.ગોહીલ, એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ, બારના પ્રમુખ તથા અન્ય વકીલો દ્વારા દિપ પ્રાગટય થકી ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ તકે તમામ ન્યાયાધીશો, બાર એસો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રભાઈ ગોંડલીયા, ટ્રેઝરર આર.ડી.ઝાલા, લાઈબ્રેરી સેકેટરી મેહુલભાઈ મહેતા, કારોબારી સભ્ય રેખાબેન લીંબાસીયા, અજય પીપળીયા, કૌશલ વ્યાસ, પિયુષ સખીયા, અજયસિંહ ચૌહાણ, રણજીત મકવાણા, હીરલ જોષી, નીકુંજ શુકલ, અમીત વેકરીયા, ભાવેશ રંગાણી, તેમજ જુદી જુદી વીમા કંપનીના ઓફીસરો, પીજીવીસીએલ અને વિવિધ બેંકના અધિકારીઓ, પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા. 

લોક અદાલત અગાઉ લગભગ છેલ્લા ત્રણેક મહીનાથી જુદી જુદી વીમા કંપની, ફાયનાન્સ કંપની, પોલીસ અધીકારીશ્રી વિગેરે સાથે મીટીંગો યોજી લોક અદાલત પહેલા પ્રિ-સીટીંગનુ આયોજન કરી આજના દીવસે વધુ કેસો સમાધાન રાહે નીકાલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામા આવેલ છે. આજના દીવસે જુદી જુદી કેટેગરીના 35000 પેન્ડીંગ કેસો હાથ પર લેવામા આવનાર છે. જેમાથી 60 ટકાથી પણ વધુ સંખ્યામાં સમાધાનથી કેસોનો નીકાલ થયો છે.

Print