www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

4 વર્ષે કારમાં ફરી ડિસ્કાઉન્ટ યુગ


માલભરાવો થતા વિવિધ કંપનીઓની કારમાં સરેરાશ 35000 થી 80,000 સુધીનું ડિસ્કાઉન્ટ

સાંજ સમાચાર

ચેન્નાઈ તા.29
કોરોનાકાળ બાદ કારના વેચાણની ગાડી ટોપ ગીયરમાં હતી. કંપનીઓએ ડીસ્કાઉન્ટ સહીતની ઓફરો બંધ કરી દીધી હતી. પરંતુ હવે માલ ભરાવો થતાં ચાર વર્ષે ડીસ્કાઉન્ટ આપવાનું ચાલુ થયુ છે. આવતા દિવસોમાં ધાર્મિક તહેવારોની સિઝન વખતે જ કાર કંપનીઓએ ડીસ્કાઉન્ટ સ્કીમો મુકતા ગ્રાહકોને લાભ થઈ શકે છે.

ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે ચાર વર્ષ બાદ ફરી ડીસ્કાઉન્ટ શરૂ થયાનું સ્વીકારતાં ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ્સ ડીલર્સ એસોસીએશનના સુત્રોએ કહ્યું કે જુના મોડલની સ્વીફટમાં 15-20 હજારથી માંડીને હોન્ડા સીટીમાં 50,000 કે તેથી વધુનુ ડીસ્કાઉન્ટ અપાય રહ્યું છે. જોકે તેમાં કેશ ડીસ્કાઉન્ટ, કોર્પોરેટ લોયલ્ટી તથા એકસચેંજ જેવી સ્કીમો સામેલ હોય છે.

મારૂતી સુઝુકીની અલ્ટો કે-10 મેન્યુઅલ મોડલમાં 42000 નું ડીસ્કાઉન્ટ છે. વેગન આરમાં 25000 થી 30000 તથા હુંડાઈની ગ્રાન્ડ આઈસરમાં 18200 થી 35000 નુ ડીસ્કાઉન્ટ છે.સેડાન ક્ષેત્રે હૂંડાઈ ઓરના 23200 થી 40000 તથા હોન્ડા એમેઝમાં 40,000 થી વધુનુ ડીસ્કાઉન્ટ છે.

એસસી તથા ઈલેકટ્રોનિકસ વ્હીકલ્સમાં પણ ડીસ્કાઉન્ટ ઓફર થવા લાગ્યુ છે. હુંડાઈ લ્સાઝારમાં 45000 થી 65000, મહિન્દ્ર એકસ યુવી 400 ઈવીમાં 1.50 લાખ તથા હોન્ડા સીટી ઈવીમાં 65000 ની છુટ મળી રહી છે.

કાર વિક્રેતાઓના કહેવા પ્રમાણે સ્ટોક વધી જતા માલ ભરાવાને કારણે ડીસ્કાઉન્ટ સ્કીમો મુકાવા લાગી છે. જુન-જુલાઈ સામાન્ય રીતે નબળા જ હોય છે. એટલે વધુ ડીસ્કાઊન્ટ ઓફર થતુ હોય છે આ વખતે 55-60 દિવસનો સ્ટોક છે અને છેલ્લા ત્રણ માસથી વધી રહ્યો છે. જોકે મહિન્દ્રની થાર, મારૂતીની નવી સ્વીફટ અર્ટીંગા જેવા મોડેલોમાં હજી વેઈટીંગ ચાલતુ હોવાથી કોઈ ડીસ્કાઉન્ટ નથી.

તેઓના કહેવા પ્રમાણે નાની કામાં ડીસ્કાઉન્ટ વધુ છે. અલ્ટો, બોલેરો, નીયો, એસ-પ્રેસો, સેલેરીયો, ઈગ્નીશ જેવી કારમાં ટકાવારીનાં ધોરણે વધુ ડીસ્કાઉન્ટ છે.તહેવારોને ધ્યાને રાખીને સ્ટોક વધી જતાં ડીસ્કાઉન્ટ વધુ છે. એસયુવીનુ વેચાણ સતત જળવાઈ રહ્યું છે.છતાં એકંદરે છેલ્લા મહિનાઓમાં નોંધપાત્ર ભાવ વધારો થયો હોવાથી ડીમાંડ વૃધ્ધિને અસર થઈ છે.

Print