www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગર શહેરમાં આજે 43 મીમી વરસાદ


સાંજ સમાચાર

જામનગર તા.1
 હવામાન વિભાગ દ્વારા આજે જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે શહેરના  આકાશમાં કાળા ડિબાગ વાદળોની હલચલ થી વરસાદી વાતાવરણ સાથે જ 43 મીમી વરસાદ ખાબકયો હતો.

આ વરસાદની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. તે કાલાવડમાં સવારે 6 થી 8 માં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. બપોરે 12 વાગ્યા સુધીમાં 81મિમી વરસાદ અને જામજોધપુરમાં 38મીમી વરસાદ તેમજ લાલપુરમાં 29 મિમી વરસાદ નોંધાયો હતો.

 જિલ્લાના ગ્રામ્ય પથકમાં પણ સારા વરસાદના વાવડ મળી રહ્યા છે ત્યારે નદી નાળાઓમાં પૂર આવ્યા હતા જેને લીધે જિલ્લાના 11 જણાશયમાં પાણીની સપાટીમાં વધારો થયો હતો.જેમાં જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં રણજીતસાગર ડેમમાં બે ફૂટ ની છ ઇંચ પાણી આવતા ડેમની પાણીની સપાટી 19 ફૂટે પહોંચી હતી સાથે સાથે જામનગર શહેરની રણમલ તળાવમાં પણ પાણીની આવક શરૂ થતાં જ લોકો તળાવે પાણી જોવા ઉમટીયા હતા.

જામનગર જિલ્લાના વરસાદને લઈને જિલ્લાના  કુલ 11 જળાશયોમાં પાણીની આવક નોંધાય છે જેમાં સસોઈ,વોડીસગ ફોફળ 2,ઉન્ડ.3,ફુલઝર 1, કોબા, ઉમિયાસાગર, વાગડીયા રણજિતસાગર બાલંભડી ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે જ્યારે વાગડિયા અને બાલભડીમાં 65 થી 70 ટકા જેટલો પાણીનો જથ્થો આવી પહોંચ્યો હતો

Print