www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નવાગામ પાસેથી રેઢી કારમાંથી 432 દારૂની બોટલ મળી આવી


એલસીબી ઝોન-1ની ટીમે શરાબ અને કાર સહિત રૂા. 4.43 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાલકની શોધખોળ આદરી

સાંજ સમાચાર

રાજકોટ, તા. 22
નવાગામમાં ન્યુ શંકર ટ્રાન્સપોર્ટવાળી શેરીમાંથી રેઢી પડેલી કારમાંથી એલસીબી ઝોન-1ની ટીમને 43ર દારૂની બોટલ મળી આવતા કુલ રૂા. 4.43 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાલકની શોધખોળ આદરી હતી. 

દરોડાની વિગત મુજબ એલસીબી ઝોન-1ના પીએસઆઇ વી.વી.બોરીસાગર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ વનરૂપગીરી ગોસ્વામી, કોન્ટેબલ હિતેષ પરમાર અને સત્યજીતસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીના આધારે કુવાડવા રોડ પર આવેલ ન્યુ શંકર ટ્રાન્સપોર્ટવાળી શેરીમાં પડેલ સ્વીફટ કાર નં. જીજે 03 એનએફ 33પરમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 43ર બોટલ કબ્જે કરી કુલ રૂા. 4.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે દારૂ ભરેલી રેઢી કાર મુકી નાસી છુટનાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

Print