www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રથમ વરસાદમાં જ સૌરાષ્ટ્ર-કચ્છમાં 380 વીજફિડર બંધ : અંધારા ઉતર્યા


જામનગર જિલ્લામાં સૌથી વધુ અસર : રાજકોટ શહેરમાં જ ર49 ફરિયાદનો ઢગલો

સાંજ સમાચાર

રાજકોટ, તા. 24
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે મૌસમનો પ્રથમ સારો વરસાદ પડતા જ વીજ પુરવઠો ખોરવાઇ જવાની અને ફિડર બંધ થવાની ફરિયાદોનો ઢગલો થયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છના કુલ 380 ફિડર બંધ થતા શહેરો અને ગામડા સુધી લોકો હેરાન થયા હતા કુલ બંધ 380 ફિડરમાંથી પ9 આજે સવારે ચાલુ થઇ શકયા ન હતા. જુનાગઢ જિલ્લામાં એક ટી.સી. ડેમેજ થયું હતું. 

જે ફિડર બંધ પડયા તેમાં રાજકોટ ગ્રામ્યના 49, મોરબી જિલ્લાના 3, પોરબંદર ર1, જુનાગઢ 71, જામનગર 187, ભાવનગર 8, બોટાદ 4, અમરેલી 31 અને સુરેન્દ્રનગરના 6 ફિડરનો સમાવેશ થાય છે. 

દરમ્યાન છેલ્લા ર4 કલાકમાં ભારે વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પીજીવીસીએલના કસ્ટમર કેર સેન્ટરમાં  વીજળી જતી રહેવાની કુલ 913 ફરિયાદ નોંધાવેલ હતી. હાલ 317 ફરિયાદો પેન્ડીંગ છે. જયારે રાજકોટ શહેરમાં કુલ ર49 ફરિયાદ થતા હાલ 88 ફરિયાદો પેન્ડીંગ છે. બાકી રહેતી ફરિયાદો આજ બપોર સુધીમાં સોલ્વ કરવા ટેકનીકલ  ટીમો કામે લાગી હતી.

ગઇકાલે સાંજે રાજકોટ શહેરમાં આવેલ વરસાદને કારણે સીટી-2 સબ ડિવિઝનલ હેઠળના ગૌતમનગર અને સ્ટેશન પ્લોટ ફીડર તેમજ રાજકોટ સીટી-3 સબ ડિવિઝનલ હેઠળના ગમાણી હોલ, પ્રદ્યુમનનગર, રણુજા, કટારીયા અને ધર્મજીવન ફીડર ફોલ્ટમાં આવતા વીજ પુરવઠો ખોરવાયાની ફરિયાદો આવી હતી.

Print