www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ ગ્રામ્યમાં જુગારના 5 દરોડા : 26 ઝબ્બે


9 લાખનો મુદ્દામાલ ગ્રામ્ય પોલીસે જપ્ત કર્યો : જસદણ, ઉપલેટા, ગોંડલ, કોટડા સાંગાણી પંથકમાં દરોડા

સાંજ સમાચાર

રાજકોટ, તા.20
રાજકોટ જિલ્લાના પંથકમાં જુગારના હાટડા માંડીને બેઠેલા જુગારીઓને ભરી પીવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. રાજકોટ રૂરલ એલસીબીએ પીપલાણા ગામે થી ઘોડીપાસાના જુગાર રમતા 8 સહિત રાજકોટ ગ્રામ્ય પંથકમાં પત્તા ટિંચતા 26 ને દબોચી લીધા હતા. જ્યારે 9 નાસી ગયા છે.પોલીસે કુલ રૂ.9,19,670 નો મુદ્દામાલ કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રથમ દરોડાની વિગત મુજબ જસદણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન શીવરાજપુર ગામમાં સોસા શેરીમાં પત્તા ટિંચતા ઘુધાભાઈ સામતભાઈ સોસા (ઉ.વ. 46), હાર્દિકભાઈ પરસોત્તમભાઇ સોસા (ઉ.વ.29) ને પકડી પાડ્યાં હતાં જ્યારે  સુરેશભાઈ વલ્લભભાઇ સોસા, કુરજીભાઈ તળશીભાઇ સોસા, મહેશભાઈ ઉકડનભાઈ ભરવાડ, પુંજાભાઈ વાલાભાઈ ભરવાડ, નંદુભાઇ ધરમશીભાઈ બાવાજી, છગનભાઇ બાબુભાઇ સરીયા (રહે તમામ શિવરાજપુર ગામ તા.જસદણ)નાસી ગયા હતા. પોલીસે રોકડ રૂ.11430 કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહિ કરી હતી.

બીજા દરોડાની વિગત મુજબ સુલતાનપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે રાજુભાઈ નરેશભાઈ મકવાણા કેશવાળા ગામની સીમમા આવેલ પોતાના કબ્જા ભોગવટાવાળી ખેતીની જમીનમા આવેલ ઓરડીમા બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. રાજુ નરેશભાઈ મકવાણા (ઉ.વ.23), વજુભાઇ ઉર્ફે ભકુભાઈ વલ્લભભાઈ પરમાર (ઉ.વ.40), પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ સરવૈયા (ઉ.વ.49), મથુરભાઈ ભુપતભાઈ પરમાર (ઉ.વ. 24), ભરતભાઈ શંભુભાઈ ધામેચા (ઉ.વ.35),  મુકેશભાઈ મનસુખભાઈ પરમાર (ઉ.વ.25),  અરવિંદભાઈ સોમાભાઈ ધામેચા (ઉ.વ.41) (રહે તમામ કેશવાળા ગામ તા.ગોંડલ) ને દબોચી લીધા હતા. પોલીસે રોકડ રૂ.53,370 ત્રણ બાઈક સહિત રૂ.1,03, 370નો મુદ્દામાલ કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઊપરાંત ઉપલેટા પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન હકીકત મળેલ કે જગદીશભાઈ રામદેભાઇ કરંગીયા પોતાની ઇસરા ગામની સીમમા આવેલ પોતાના કબ્જા ભોગવટાની વાડીના મકાનમા બહારથી માણસો જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીનાં આધારે દરોડો પાડી જગદીશભાઈ રામદેભાઈ કરંગીયા (ઉ.વ.35, રહે. ઉપલેટા),રામજી ઉર્ફે રામદે ગોગનભાઈ ભોગેશરા (ઉ.વ.29, રહે, અમર ગામ તા. કુતીયાણા), રમેશભાઈ લક્ષ્મભાઈ જોગ (ઉ.વ.36, રહે. ઉપલેટા), ચનાભાઈ દેવાભાઈ બામણીયા (ઉ.વ.33, રહે. અમર ગામ, તા-કુતીયાણા), રાજુભાઈ સામતભાઈ ઓડેદરા (ઉ.વ.30 રહે.ભાડ ગામ જી. પોરબંદર) ને પકડી પાડ્યાં હતાં.

પોલીસે રોકડ રૂ.1,03,330 કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહિ કરી હતી. વધું એક દરોડામાં ઉપલેટા પોલીસે ગાધા ગામથી આગળ રોડ ની સાઇડમાં આવેલ પીઠડ ક્રુપા ફાર્મ નામની વાડીની પાસે જુગાર રમતા ગોપાલભાઇ કારાભાઈ મારડીયા,  દેવાયતભાઇ ગોવીંદભાઇ કરમુર, કાનજીભાઈ જીવરાજભાઈ સુતરીયા, વીપુલભાઈ બાબુભાઇ કાલરીયા, ગીરધરભાઈ કાનજીભાઈ બગસરીયા, રાજુભાઈ સવાભાઈ ચંદ્રવાડીયાને દબોચી લઈ રોકડ રૂ.6540 કબ્જે કર્યા હતા. 

પીપલાણામાં મોટા પાયે ઘોડી પાસાનો અખાડો ચાલતો’તો, 6.95 લાખના મુદ્દામાલ સાથે 5 ઝબ્બે
પીઆઈ ઓડેદરાના માર્ગદર્શનમાં પીએસઆઇ ગોહિલની ટીમના એએસઆઇ બ્રિજરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, દિગ્વિજયસિંહ રાઠોડ, વાઘાભાઇ આલની બાતમી આધારે કાર્યવાહી
રાજકોટ, તા.20

કોટડા સાંગાણીના પીપલાણા ગામમાંથી રૂ.6.95 લાખના મુદામાલ સાથે પાંચ શખ્સોને ઘોડી પાસાનો જુગાર રમતા ઝડપી લઈ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે કાયદેસર કાર્યવાહી કરી હતી.

એલસીબીના સૂત્રોએ જણાવ્યું કે, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક એસપી જયપાલસિંહ રાઠોડ દ્વારા દારૂ - જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સૂચના અપાઈ હતી. જે અન્વયે પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલની ટીમ કાર્યરત હતી. ત્યારે ટીમના એ.એસ.આઇ. બ્રિજરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, દિગ્વિજયસિંહ રાઠોડ, વાઘાભાઇ આલને બાતમી મળતા પીપલાણા ગામની સીમમાં આવેલ રાજન જુમ્માભાઇ દલ (રહે.રાજકોટ રસુલપરા કોઠારીયા સોલ્વન્ટ)ના કબજા ભોગવટાના મકાનમાં દરોડો પાડતા પાંચ શખ્સો ઘોડી પાસાનો જુગાર રમતા ઝડપાયા હતા. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 1.60 લાખ તથા એક કાર, પાંચ મોબાઈલ ફોન મળી રૂ.6.95 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. 

પકડાયેલ આરોપીઓમાં (1) કરણ ઉર્ફે નનકુ દડુ ચાવડા (રહે.રાજકોટ, રૂખડીયા કોલોની જેલની પાછળ, નકળંગપરા શેરી નં.8), (2) રજાક નુરમહંમદ ચુડાસમા (રહે.રાજકોટ, નવા થોરાળા રામનગર સોસાયટી શેરી નં.10), (3) હનીફ હુશેન શાહમદાર (રહે.મોરબી, વાંકાનેર દરવાજા બહાર મકરાણી વાસ, રામઘાટ), (4) ધર્મેશ ભોજરાજ જેઠાણી (રહે.રાજકોટ, જંકશન પ્લોટ, ગેબનશાપીરની દરગાહની પાછળ), (5) સુશીલ જમનાદાસ બખતીયાપુરી (રહે.રાજકોટ જંકશન પ્લોટ, ગેબનશાપીરની દરગાહની પાછળ, શેરી નં.15)નો સમાવેશ થાય છે. આ ક્લબ રાજકોટ રૂખડીયા કોલોનીનો કરણ ઉર્ફે નનકુ ચલાવતો હતો. દરોડા દરમિયાન (1) રાજન જુમ્મા દલ (રહે.રાજકોટ, કોઠારીયા સોલ્વન્ટ, રસુલપરા), (2) અમીન ઉર્ફે સીકંદર કાદરભાઇ મકડ (રહે.રાજકોટ હનુમાન મઢી પાસે) અને (3) રોબટ રહે.મોરબી ઘાંચી શેરી) નાસી છૂટ્યા હતા જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અંગે કોટડા સાંગાણી પોલીસમાં ગુનો દાખલ થયો છે.

આ કામગીરી પીઆઈ વી.વી.ઓડેદરા, એચ.સી.ગોહિલ, પીએસઆઇ ડી.જી.બડવા, એ.એસ.આઈ. બ્રિજરાજસિંહ જાડેજા, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ અનિલભાઇ ગુજરાતી, વાઘાભાઇ આલ, દિગ્વિજયસિંહ રાઠોડ, ધનશ્યામસિંહ જાડેજા, કોન્સ્ટેબલ રસીકભાઈ જમોડ, ભાવેશભાઈ મકવાણા, વિરમભાઈ સમેચા વિગેરે દ્વારા કરવામાં આવેલ હતી.

 

Print