www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

5 થી 10% વેરા વળતરની યોજના કાલે પૂર્ણ : રવિવારે લોકો માત્ર ઓનલાઇન વેરો ભરી શકશે


જુન માસમાં 21262 નાગરિકે ટેકસ ચૂકવ્યો: ચાલુ વર્ષમાં 60 ટકા લોકોએ 243 કરોડ જમા કર્યા : 24 કરોડનું વળતર

સાંજ સમાચાર

રાજકોટ, તા. 28
મ્યુનિ. કોર્પોરેશનની ચાલુ નાણાકીય વર્ષની વેરા વળતર યોજના પૂરી થવા આડે માત્ર બે દિવસ છે અને આવતીકાલ શનિવારે કોર્પો.માં વેરો ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે અત્યાર સુધીમાં તંત્રને ર4ર કરોડથી વધુની આવક થઇ ચૂકી છે.  

નાણાકીય વર્ષ શરૂ થયું ત્યારે એપ્રિલ અને મે મહિનામાં એડવાન્સ વેરો ભરતા પ્રમાણિક કરદાતાઓ માટે દર વર્ષની જેમ રીબેટ યોજના જાહેર કરવામાં આવી હતી. મહિલા મિલ્કતધારકને 1પ ટકા અને પુરૂષ મિલ્કતધારકને 10 ટકા વળતરનો લાભ આપવામાં આવ્યો હતો. આ બાદ ચાલુ જુન મહિનામાં અનુક્રમે 10 અને પ ટકા વતળરની યોજના  ચાલુ છે. 

આ સ્કીમ તા.30 જુને પૂરી થશે. પરંતુ છેલ્લા દિવસે રવિવાર આવતો હોવાથી મનપા કચેરીમાં કાલે શનિવાર સાંજ સુધી જ રોકડ અને ચેકથી વેરો ભરી શકાશે. જોકે હવે 60 ટકાથી વધુ કરદાતા ઓનલાઇન વેરો ભરતા હોય, કોર્પો. અને નાગરિકો બંનેની સગવડતામાં વધારો થયો છે. 

કાલે સાંજે કોર્પો. કચેરીમાં સ્કીમ પૂરી થશે અને રવિવારે રાત્રી સુધી ઓનલાઇન વેરો ભરીને વળતર મેળવી શકાશે.  10 અને પ ટકાવાળી વળતર યોજનામાં ચાલુ મહિનામાં ર1ર6ર નાગરિકોએ એડવાન્સ વેરો ભર્યો છે. ચાલુ મહિનામાં  18.23 કરોડની વેરાની આવક થઇ ચૂકી છે. તેમાં રોકડ તથા ચેકથી 8956 લોકોએ 10.47 કરોડ અને 13306 કરદાતાએ 7.76 કરોડની રકમ ઓનલાઇન ભરી છે. ચાલુ મહિનામાં 6.99 કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.

એકંદરે બંને સ્કીમમાં આજ સુધીમાં ચાલુ નાણાકીય વર્ષની કુલ આવક ર4ર.6ર કરોડ થઇ છે. જે સામે પ્રમાણિક કરદાતાઓને 24 કરોડનું વળતર આપવામાં આવ્યું છે. આજ સુધીમાં મનપાના ચોપડે રહેલા 6 લાખ જેટલા કરદાતામાંથી 3.ર8 લાખ નાગરિકોએ વેરો ભરી દીધો છે. આ રીતે આ વખતે 60 ટકા જેટલા પ્રમાણિક નાગરિકોએ ફરજ અદા કરી દીધી છે.  

Print