www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્ર યુનિ.ના 58માં સ્થાપના દિનની ઉજવણી


માતા સરસ્વતીજીનું પૂજન કરી પ્રથમ કુલગુરૂ ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા કુલપતિ ડો. નિલામ્બરીબેન દવે

સાંજ સમાચાર

રાજકોટ, તા. 23
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 58માં સ્થાપના દિવસની આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉજવણી કરવામાં આવી હતી.
યુનિવર્સિટીના 58 મા સ્થાપના દિવસે કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 58 મા સ્થાપના દિવસે કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવે દ્વારા કેમ્પસ સ્થિત માતા સરસ્વતીજીનું પુજન કરી પ્રથમ કુલગુરૂ અને આદ્યસ્થાપક ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ, સંશોધન અને રમત-ગમત ક્ષેત્રમાં અગ્રેસર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને દેશની ટોચની યુનિવર્સિટીઓમાં સ્થાન અપાવવાનો ધ્યેય રહેલો છે અને એ માટે યુનિવર્સિટી કાર્ય કરી રહી છે.

યુનિવર્સિટીના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે યુનિવર્સિટીના કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર, પરીક્ષા નિયામક નિલેષભાઈ સોની, ભવનોના અધ્યક્ષો, અધિકારીઓ, શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Print