www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઇમિટેશનના ધંધાર્થી પાસેથી રૂા.3 લાખના 6.40 લાખ પડાવ્યાં: છતાં દુકાન પચાવી પાડનાર વ્યાજખોર સકંજામાં


સેટેલાઇટ ચોકમાં રહેતાં પ્રેમજીભાઈએ ધંધા માટે રૂપિયા લીધા બાદ હોવા છતાં દુકાન પર આવી ધમકી આપી ચાવી લઈ ગયો: આજીડેમ પોલીસે મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી

સાંજ સમાચાર

રાજકોટ. તા.24

સેટેલાઇટ ચોકમાં રહેતાં ઇમિટેશનના ધંધાર્થી પ્રેમજીભાઈ પાસેથી રૂ.3 લાખના 6.40 લાખ પડાવ્યાં છતાં દુકાન પચાવી પાડનાર માંડાડુંગરના વ્યાજખોરને આજીડેમ પોલીસે સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં શ્રી આરાધના સોસાયટી શેરી નં.1 માં રહેતાં પ્રેમજીભાઈ મનજીભાઈ કાકડીયા (ઉ.વ.56) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અરવિંદ શંભુ લખતરિયા (રહે. બાપા સીતારામ પ્રોવિઝન સ્ટોર , મહિકા રોડ માંડાડુંગર) નું નામ આપતાં આજીડેમ પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના મકાનમાં ઈમીટેશનનું મજુરી કામ કરે છે. ત્રણ વર્ષ પહેલા વર્ષ 2021 માં તેઓને ઈમીટેશનના ધંધામાં રૂપીયાની જરૂરીયાત ઉભી થતા તેઓએ 25 વર્ષ જુના મિત્ર અને વ્યાજ વટાવનો ધંધો કરતાં અરવીંદ લખતરીયા પાસેથી રૂ.3 લાખ માસીક વ્યાજે લીધેલ અને ત્યારબાદ તેઓને દર મહીને રૂ.9 હજાર વ્યાજ ચુકવતા હતાં. 

વર્ષ 2022 માં તેઓને અને તેમના મિત્ર ભરતભાઈ બાબુભાઈ ગજેરાને રૂપીયાની જરૂરીયાત ઉભી થતા અરવીંદ પાસેથી રૂ.1-1 લાખ   માસીક 3 ટકા વ્યાજે લીધેલ હતા. ત્યારે આરોપીને રૂપીયાની સિક્યુરીટી પેટે  મકાનની ફાઈલ તેમજ ભરતભાઈ પાસેથી પણ તેમના સુચીત મકાનની ફાઈલ લીધેલ હતી. બે વર્ષ સુધી રૂ.3 લાખના માસીક રૂ.9 હજાર લેખે ફૂલ રૂ.2.16 લાખ તથા ચાર મહિના સુધી રૂ.1 લાખના માસીક રૂ.3 હજાર લેખે ફૂલ રૂ.12 હજાર વ્યાજ આરોપીને ચુકવેલ અને તેના મિત્ર ભરતભાઈએ પણ રૂ.1 લાખના   રૂ.12 હજાર ચુકવેલ હતાં.

ત્યારબાદ ગઈ તા.08/02/2024 ના તેમની પાસે રૂપીયાની વ્યવસ્થા થઈ જતા વ્યાજખોરને રૂ.2 લાખનો બેરર ચેક અને રૂ.1 લાખ ચુકવી આપતા તેમની મકાનની ફાઈલ પરત આપી દીધેલ હતી.  એકાદ વર્ષ પહેલા ભરતભાઈએ રૂ.1 લાખ ગુગલ પે થી પરત ચુકવી આપેલ હતા. પરંતુ ફરિયાદીને રૂ.1 લાખ અરવીંદને ચુકવવાના બાકી હોય જેથી  ભરતભાઈને તેના સુચીત મકાનની ફાઈલ પરત આપેલ નહી. ત્યારબાદ ફેબ્રુઆરી 2024 થી તેને અવાર-નવાર ફોન કરી તેમજ ઘરે આવી મુદ્દલ તથા વ્યાજના મળી રૂ.12 લાખની માંગણી કરતા હોય જેથી તેમને રૂ.1 લાખ દેવાના બાકી છે, તેમ કહેતા વ્યાજખોરે ઘરે આવી ગાળો આપતો અને મિત્ર ભરતભાઈના સુચીત મકાનની ફાઈલ પણ પરત આપતા ન હતો.

તેમજ બે મહીના પહેલા ઘરે ઘસી આવી બળજબરી કરી ફરિયાદીની સંતકબીર રોડ પર જલગંગા ચોક, સદગુરૂ સાનિધ્ય કોમ્પલેક્ષમાં આવેલ દુકાન નં.10 ની ચાવી લઈ લીધેલ અને જણાવેલ કે, રૂ.12 લાખ આપો ત્યારે દુકાનની ચાવી લઈ જજો  કહી ધમકી આપી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને સકાંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી.

Print