www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પૂણેમાં ઉજાની ડેમમાં નાવ પલ્ટી જતાં 6 લોકો ડૂબ્યાની આશંકા


સાંજ સમાચાર

પૂણે (મહારાષ્ટ્ર), તા.22
અત્રે ઉજાની ડેમમાં નાવ પલ્ટી જવાથી 6 લોકોના ડૂબી જવાની આશંકા પેદા થઇ છે. લાપતા બનેલા લોકોને શોધવાનું અભિયાન ચાલુ છે. આ અંગેની વિગત મુજબ મહારાષ્ટ્રના પૂણેના ઇંદાપુર તાલુકા નજીક કલાશી ગામ પાસે ડેમમાં મંગળવારે સાંજે એક નાવ પલ્ટી જવાથી 6 લોકો લાપતા બન્યા છે.

પૂણે ગ્રામીણ પોલીસે જણાવ્યું હતું કે ડેમમાં ડુબેલા લાપતા લોકોને શોધવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક પ્રશાસન અને પોલીસની ટીમને મોકલવામાં આવી છે. હાલ તલાશી અભિયાન ચાલુ છે.

 

Print