www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પાંચમા તબકકામાં 62.15% મતદાન : 2019 કરતા વધી ગયું


સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 22
લોકસભાની ચૂંટણીમાં મતદાન ખત્મ થયા બાદ 48 કલાકમાં ટકાવારીમાં નોંધપાત્ર વધારો થઇ જતો હોવાનો વિવાદ ચાલી જ રહ્યો છે ત્યારે પાંચમામાં તબકકામાં પણ તેનું પુનરાવર્તન થયું છે. પાંચમા તબકકાનું ચૂંટણી મતદાન સોમવારે  યોજાયુ હતું.

સોમવારે મધરાત્રે ચૂંટણી પંચ દ્વારા 60.48 ટકા મતદાન થયાનું જાહેર થયાનું જાહેર કરવામાં આવ્યું હતું હવે ફાઇનલ આંકડામાં મતદાન 62.15 ટકા દર્શાવવામાં આવ્યું છે જે 2019ના 61.82 ટકા કરતા વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે.

ચૂંટણી પંચના સુત્રોએ જણાવ્યું હતું કે, પાંચમા તબકકાની મતદાનની આખરી ટકાવારી તો હજુ શુક્રવારે જાહેર કરવામાં આવશે. પરંતુ છેલ્લા એક અપડેટ પ્રમાણે મતદાન 62.15 ટકા થયું હોવાનું જણાયું છે.

2019માં 61.82 ટકા  મતદાન થયું હતું તેના કરતા આંકડો વધી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચમા તબકકામાં આઠ રાજયો-કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન યોજાયું હતું. કાશ્મીરનું બારામુલ્લા બેઠક પર રેકોર્ડબ્રેક મતદાન નોંધાયુ હતું. 

Print