www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

144-વેપારી પાસેથી 7.55 કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિક જપ્ત કરાયું


જાહેરમાં ગંદકી સબબ રૂ।.25,950નો વહિવટી ચાર્જ વસુલાયો

સાંજ સમાચાર

રાજકોટ,તા.29
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-2021 અન્વયે તારીખ 28/6ના રોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી.

જેમાં તા.28/6ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 114 આસામીઓ પાસેથી 7.55 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.25950/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 48 આસામીઓ પાસેથી 2.15 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 9100/-નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

તથા વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 32 આસામીઓ પાસેથી 3.9 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 8550/-નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 34આસામીઓ પાસેથી 1.5કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથીરૂ.8300/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ હતો.

Print