www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મુકેશ અંબાણીનો ડીપફેક વિડીયો બનાવી મુંબઇની ડોકટર સાથે 7 લાખની છેતરપીંડી


ઇન્સ્ટાગ્રામ પર અંબાણીની એક ટ્રેડ ગ્રુપનો પ્રચાર કરતા દેખાડવામાં આવ્યા હતા

સાંજ સમાચાર

મુંબઇ, તા. 21
શેર ટ્રેડીંગના નામ પર મુંબઇની 54 વર્ષની એક આયુર્વેદિક ડોકટરે રૂા.7 લાખ ગુમાવ્યા છે. અંધેરીને આ મહિલાને ઇન્સ્ટાગ્રામ પર દેખાડવામાં આવેલા રીલમાં રિલાયન્સ ગ્રુપના વડા મુકેશ અંબાણી એક કંપનીનો પ્રચાર કરતા દેખાયા હતા પરંતુ આ રીલ ડીપફેક વિડીયો હતો નકલી હતો. 

ડો.કે.કે.એચ.પાટીલે કહ્યું કે, આ વિડીયોમાં મુકેશ અંબાણી રાજીવ શર્મા ટ્રેડ ગ્રુપ નામની કંપની અને તેના બીસીએફ  ઇન્વેસ્ટમેન્ટ એકેડેમીકનો પ્રચાર કરતા હતા. અંબાણી લોકોને રોકાણ કરવા અને નફો કમાવવાનું કહેતા હતા. આ વિડીયો પર ભરોસો કરી તેમને રૂા. 7.1 લાખ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. તેમણે ઓનલાઇન રીચર્સ કરતા  લંડન સહિતના સ્થળે ઓફિસ હોવાનું માલુમ પડયું હતું. તેમને 30 લાખનો નફો મળવાની લાલચ હતી. 

પોલીસે કહ્યું કે, સ્કેમર્સે વિડીયો બનાવવા માટે ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરી મુકેશ અંબાણીનો ચહેરો બનાવ્યો હતો. અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નાણા બ્લોક કરવા પ્રયાસ થઇ રહ્યો છે.

અગાઉ પણ  રિલાયન્સના માલિકના ડીપફેક વિડીયોનો ઉપયોગ શેર ટ્રેડીંગ છેતરપીંડી માટે કરાયાનો કિસ્સો માર્ચમાં બહાર આવ્યો હતો. વિડીયો પર આંખ બંધ કરીને ભરોસો કરનાર માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે.

Print