www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમેરિકામાં 8 આતંકી પકડાયા: આઈએસ સાથે કનેકશન?


ઝડપાયેલા શકમંદો તાજિકિસ્તાનના : ઈઝરાયેલના હમાસ પર હુમલા બાદ ખતરો

સાંજ સમાચાર

વોશ્ગ્ટિન(અમેરીકા),તા.14
અમેરિકા માટે ઈલીગલ ઈમિગ્રેશનની સમસ્યા વકરી રહી છે. ઘણા નિષ્ણાતો દેશની સુરક્ષાને લઈને પણ આ મુદ્દે ચેતવણી આપી ચૂક્યા છે. હાલમાં જ અમેરિકામાં તાજિકિસ્તાનના આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે કેમ કે અમેરિકન એજન્સીઓને શંકા છે કે તેઓ આતંકી જૂથ ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા છે.

આ ધરપકડ ન્યૂયોર્ક, ફિલાડેલ્ફિયા અને લોસ એન્જલસમાં કરવામાં આવી હતી. જે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે તેઓ દક્ષિણ સરહદેથી અમેરિકામાં ઘૂસ્યા હતા. આ શકમંદો કેવી રીતે આઈએસ સાથે જોડાયેલા છે તે અંગે હજી કંઈ સ્પષ્ટ થયું નથી પરંતુ FBIની જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ દ્વારા તેમને ટ્રેક કરવામાં આવ્યા હતા.

તેઓ યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ કસ્ટડીમાં હતા. તેમને અમેરિકામાંથી હાંકી કાઢવાની કાર્યવાહી બાકી છે. તાજિકિસ્તાનના આઠેય લોકો ગયા વસંતમાં અમેરિકામાં પ્રવેશ્યા હતા પોતે આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા છે તેવી ઓળખ જાહેર ન થાય તેવી કોઈ માહિતી આપ્યા વગર તેઓ અમેરિકન સરકારની સ્ક્રીનિંગ પ્રક્રિયામાંથી પસાર થયા હતા.

FBI અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ "કેટલાક નોન-સિટિઝન" ની ઈમિગ્રેશન-સંબંધિત ધરપકડની પુષ્ટિ કરતું નિવેદન બહાર પાડ્યું હતું પરંતુ વિગતવાર માહિતી આપી નથી.

એજન્સીઓએ નોંધ્યું છે કે અમેરિકા "વધારે જોખમી વાતાવરણ"માં છે. FBIના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ જણાવ્યું છે કે અમેરિકાને સ્થાનિક હિંસક ઉગ્રવાદીઓ તેમજ વિદેશી આતંકવાદી સંગઠનો તરફથી જોખમ રહેલું છે. ખાસ કરીને 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલા બાદ આ ખતરો વધી ગયો છે. 

Print