www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સોનાની કિંમત રેકર્ડબ્રેક ઉંચાઈએ છે ત્યારે....

9 કેરેટ સોનાના દાગીનાનું પણ હોલમાર્કીંગ થશે!


9 કેરેટ સોનાને હોલમાર્કીંગની માન્યતા મળે તો 10 ગ્રામની કિંમત 27740 રૂપિયા થાય અને ગ્રાહકો પોતાના બજેટ અનુસાર ઘરેણા ખરીદી શકે

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.24
ટુંક સમયમાં જ 9 કેરેટ સોનાનું હાલ માર્કીંગ થઈ શકે છે. રિપોર્ટ મુજબ વેપારીઓએ ભારતીય માનક બ્યુરો (બીઆઈએસ) પાસે 9 કેરેટ સોનાના આભુષણ માટે હોલમાર્કીંગ અને હોલમાર્કીંગ યુનિક આઈડેન્ટી ફિકેશન (એચયુઆઈડી) નંબર લાગુ કરવાનો અનુરોધ કર્યો છે.આ પગલુ સોના અને ચાંદીની કિંમતોમાં રેકર્ડબ્રેક ઉંચાઈ બાદ લેવાયું છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે મુંબઈની ઝવેરી બજારમાં ચાંદીની કિંમત રૂા.92444 પ્રતિ કિલોનાં શિખરે પહોંચી ગઈ હતી. જે શુક્રવારથી 5.67 ટકા વધુ હતી.
આજ રીતે સોનાની કિંમત દર 10 ગ્રામે 75000 રૂપિયાની નજીક પહોંચી રહી છે. જયારે મંગળવારે પ્રતિ કિંમત 10 ગ્રામે કિંમત રૂા.74222 હતી.

અહેવાલ અનુસાર એક મુખ્ય વ્યાપાર સંઘ ઈન્ડીયા બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશન (આઈબીજેએ)ના પ્રતિનિધિઓએ મંગળવારે બીઆઈએસ અધિકારીઓ સાથે બેઠક કરીને 9 કેરેટ સોના મોર હોલમાર્કીંગ અને એચયુઆઈડી નંબરનાં મુદ્દે ચર્ચા કરી હતી.

ઈન્ડીયા બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશન (આઈબીજેએ)ના રાષ્ટ્રીય સચીવ સુરેન્દ્ર મહેતાનાં સંદર્ભથી કહેવામાં આવ્યુ છે કે કિંમતો આસમાનને ચુમી રહી છે અને ગ્રાહક તેનો માર સહન કરી રહ્યો છે. આ વાતને ધ્યાનમાં રાખતા અમે આજે અધિકારીઓને 9 કેરેટનાં આભુષણો માટે હોલમાર્કીંગની મંજુરી આપવાનો અનુરોધ કર્યો છે.

ભારતીય રીઝર્વ બેન્ક સોવરેન ગોલ્ડ બોન્ડમાં કિંમત નકકી કરતી વખતે આઈબીજેએને માન્યતા આપે છે. 9 કેરેટ સોનાની હાલની કિંમત 27750 રૂપિયા દર 10 ગ્રામે છે જેના પર વધારાનો જીએસટી 3 ટકા લાગે છે જો 9 કેરેટ સોના માટે હોલ માર્કીંગની મંજુરી મળી જાય છે તો ગ્રાહકોને પોતાના બજેટ મોટા આકારનાં આભુષણો ખરીદવાની તક મળશે.

 

 

Print