www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોધિકાના પાળ પીપળીયા ગામની સીમમાંથી 9 જુગારીઓ ઝડપાયાં


રાજકોટ રૂરલ એલસીબીનો દરોડો: પોલીસે રોકડ રૂા.33 હજાર કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

સાંજ સમાચાર

રાજકોટ તા.27

રાજકોટ રૂરલ એલસીબીએ લોધિકાના પાળ પીપળીયા ગામની સીમમાંથી જુગાર રમતાં 9 ને પકડી પાડી રોકડ રૂ.33,600 જપ્ત કર્યા હતા. લોધીકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. મળતી વિગત મુજબ રાજકોટ રૂરલ એલસીબી સ્ટાફના એ.એસ.આઈ.  વકારભાઇ અરબ, રોહીતભાઇ બકોત્રા, કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પરમાર, મેહુલભાઈ સોનરા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો

દરમિયાન  લોધીકાના પાળ પીપળીયા ગામની સીમમાં ગીરીરાજ ઇન્ડસ્ટ્રીયલ ગેઇટ નં. 3 લાવા ફોર્જ નામના કારખાના પાછળ મેદાનમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પત્તા ટિંચતા મહેન્દરપાલ દશારામ રાજપુત (ઉ.વ. 40), બીરસિંહ માલીકચંદ પાલ (ઉ.વ.25) આનંદપાલસિંઘ શ્રીપાલસિંઘ (ઉ.વ. 45), શ્રીપત જંગીપ્રશાદ રાજપુત (ઉ.વ. 43), બ્રિજેશકુમાર શેષકુમાર સેંગલ (ઉ.વ. 20), નિરજકુમાર ટુટીયા આહીરવાર (ઉ.વ. 22) (રહે તમામ શાપર વેરાવળ) અને વિક્રમભાઈ કાનાભાઈ કોઠીવાલ (ઉ.વ. 28 રહે. રીબડા ગામ), અનીલ  શ્રીશિવનારાયણવિશ્વકર્મા (ઉ.વ.38, રહે. રીબડા ગામ), તેમજ નંદકિશોર લાલદીમાન રાજપુત (ઉ.વ .23, રહે.હાલ પાળ પીપળીયા) ને દબોચી લઈ રોકડ રૂ.33,600 કબ્જે કર્યા હતા. લોધીકા પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Print