www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સિંહના પણ ટોળા હોય છે

ભાવનગરના ટીમાણામાં એકસાથે 9 સિંહના દર્શન


હાલ 12 સિંહ પરિવાર છે:પાણીના બાર પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે : આર.એફ.ઓ.

સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) ભાવનગર તા.23
ગીરમાંથી નીકળતી શેત્રુંજી નદી તળાજા પંથકમાંથી પસાર થતી હોય સાથે ગિરનાર ની પર્વત માળા તળાજા ને અડતી હોય જેમજેમ સાવજ ની વસ્તી વધી રહી છે તેમ તેમ સાવજ નું વિચરણ વધી રહયુ છે.બે દિવસ થી ટીમાણા ગામ નજીક એકિસાથે નવ સિંહ પરિવાર એ ધામા નાખ્યા હોય લોકો ઉત્સાહભેર સિંહ દર્શન કરી રહ્યાછે.

સિંહના ટોળા ન હોય તે કહેવત ને ખોટી પાડતી ઘટના પ્રથમ વખત તળાજા પંથકના ટીમાણા શેવાળીયા માયધાર સહિતના ગામડાઓના લોકોએ સિંહના ટોળા ના દર્શન કર્યા. ટીમાણા ના સ્થાનિક રહીશો નું કહેવું છેકે છેલાપંદરેક દિવસથી ત્રણ સાવજ અહીં છે.બાકીના ગઈકાલે આવ્યા.બે દિવસ પહેલા ગામના પાદરમા મારણ કરેલ હતું.અહીં શેત્રુંજી નદીના તટે સાવજ આવ્યા હતા.સાંજના સમયે આસપાસના ગામના લોકો સિંહ દર્શન કરવા જતાં ફોરેસ્ટ વિભાગે શિકાર ની શોધમાં હોય હુમલો કરી બેસે તેમ કહી રોક્યા હતા.

આર.એફ.ઓ ઝીંઝુવાડિયા એ જણાવ્યું હતુ કે એ જે સાવજનું ગ્રુપ છે તે નવનું છે.પાલીતાણા વિસ્તારમાંથી આવ્યા છે. ફરી જતા રહેશે.એ ઉપરાંત દરિયાઈ પટ્ટીના ગામડાઓ પાદરી(ગો),તખ્તગઢ સુધી વિચરણ કરતા હતા તે ત્રણ સાવજ હાલ મેથળા પંથકમાં રહેછે. ઉનાળાના કારણે પવન ચક્કી સંચાલિત પાણીના 12 પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેમા આમળા, ખંઢેરા, ભેગાળી, તખ્તગઢ, ભારોલી, મામસી અને કુંઢડામાં ત્રણ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. 

♦મહિલા બીટ ગાર્ડ સાવજની સાથે
પ્રથમ વખત એકીસાથે નવ સાવજ નું ગ્રુપ તળાજા ના ટીમાણા નજીક શેત્રુંજી નદી કાંઠે જોવા મળ્યા બાદ તળાજા ફોરેસ્ટ એલર્ટ થઈ ગયેલ.આ સાવજ ને કોઈ પરેશાન ન કરે કે સાવજ કોઈને નુકશાન ન કરે તે માટે બીટ ગાર્ડ જયશ્રીબેન બારૈયા ફરજ બજાવી રહ્યા હતા.હવે એક મહિલા પણ સાવજ ની સાથે રહી ને ફરજ બજાવી શકે છે. આર.એફ.ઓ એ જણાવ્યું હતુ કે ખેડૂત વાડીઓમાં ઇલેક્ટ્રીક કરંટ પસાર ન કરે. કોઈ તકલીફ હોય તો ફોરેસ્ટ ને જાણ કરે.

 

Print