www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

24 કલાકમાં 10 ઇંચ વરસાદથી રાજધાનીની હાલત થઈ ખરાબ

હાય હાય... ભારે વરસાદને કારણે દિલ્હી AIIMSમાં 9 ઓપરેશન થિયેટર બંધ, ઇમરજન્સી અટકી


ગ્રાઉન્ડ ફ્લોર પર ટ્રોમા સેન્ટરમાં વરસાદી પાણી ભરાયા: સ્ટોર રૂમમાં મેડિકલ સામાન ભીનો થઈ ખરાબ થઈ ગયો : વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાયો : દર્દીઓને અન્ય હોસ્પિટલમાં મોકલાયા : લિફ્ટમાંથી પાણી વોટર ફોલ જેમ વરસ્યું.

સાંજ સમાચાર

દિલ્હી : શુક્રવારે રાજધાનીમાં વરસાદને કારણે દિલ્હી એઈમ્સના ઓપરેશન થિયેટરને પણ અસર થઈ છે. વરસાદના કારણે દિલ્હી એઈમ્સના એક-બે નહીં પરંતુ નવ ઓપરેશન થિયેટર બંધ રહ્યા હતા. ઓપરેશન થિયેટરો બંધ હોવાને કારણે ડઝનબંધ સર્જરીઓને અસર થઈ હતી.

ખાસ કરીને જે દર્દીઓ આજે સર્જરી કરાવવા જતા હતા તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલના સ્ટોર રૂમમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

AIIMS એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે જે દર્દીઓને ઈમરજન્સી સર્જરીની જરૂર હોય તેમને સફદરજંગ અને રાજધાનીની અન્ય સરકારી હોસ્પિટલોમાં મોકલવામાં આવે. આવતીકાલે પણ ઓપરેશન થિયેટર પ્રભાવિત થવાની આશંકા છે. હવે સવાલ એ ઉઠે છે કે દેશની ટોચની હોસ્પિટલોમાં ગણાતી દિલ્હી AIIMSની જો આ હાલત છે તો અહીં વિવિધ રાજ્યોમાંથી સારવાર માટે આવતા દર્દીઓની શું હાલત હશે.

ઓપરેશન થિયેટરને બંધ કરવા માટે AIIMS ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણીનો ભરાવો જવાબદાર હોવાનું કહેવાય છે. વરસાદના કારણે ભોંયતળિયે પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાવાને કારણે સમગ્ર બિલ્ડીંગનો વીજ પુરવઠો બંધ થઈ ગયો છે.

જ્યાં સુધી ભોંયતળિયેથી પાણી ન નીકળે ત્યાં સુધી વીજ પુરવઠો શક્ય નથી. વીજળીના અભાવે ઓપરેશન થિયેટરો બંધ રહ્યા હતા. આઇસીયુ વિભાગમાં એસી બંધ રહ્યા અને આ ઉપરાંત લીફ્ટમાંથી વોટર ફોલ ની જેમ પાણી વરસ્યું. 

Print