www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કૃષ્ણનગરમાં વરસાદ માટે 900 કિલો લાડુ બનાવી ગાય-કુતરાને વિતરણ


સાંજ સમાચાર

જામનગર તા.22

જામનગરમાં વરૂણદેવને રીઝવવા કૃષ્ણનગર યુવા ગ્રૂપ મહિલા મંડળ દ્રારા અનોખો સેવાયજ્ઞ હાથ ધર્યો હતો. જેમાં  આ વર્ષે 900 કિલોના લાડુ બનાવવામાં આવ્યા હતા. આ લાડુ કૂતરા અને ગાયમાતાને ખવડાવવામાં આવશે.

કુષ્ણનગર યુવા ગ્રુપ મહિલા મંડળ દ્વારા થયેલા 20 વર્ષથી સેવાના કાર્ય કરી રહ્યું છે. આ વર્ષે પણ  સારા વરસાદ માટેની પ્રાર્થના  સાથે વરુણદેવને રીઝવવા માટે કુતરા અને ગાય માતા માટે લાડુ ખવડાવવામાં આવે છે.તેજ રીતે આ વર્ષે લાડુ બનાવવા સેવા કાર્યમાં અનેક મહિલાઓ યુવાનો આ અભિયાન સેવા આપી હતી. સારા વરસાદ માટે થઈને જામનગરમાં કૃષ્ણનગર યુવા ગ્રુપ મહિલા મંડળ  ખાસ કરીને ચોમાસાની સીઝનમાં  વરસાદ સારો થાય તેવી પ્રાર્થના કરી હતી.અને વરૂણદેવની રીજવવા માટે એક વિશેષ પ્રકારનું સેવા કાર્ય દર વર્ષની માફક આ વર્ષે પણ કુતરા અને ગાય માતા માટે લાડુ બનાવવામાં આવ્યા હતા

જેમા લાડુ બનાવવા માટે કાચી સામગ્રી ની માહિતી જોઈએ તો અંદાજે 900 કિલો ઘઉંનો લોટ, 300 કિલો ગોળ અને 300 કિલો તેલ નો ઉપયોગ કરી અને લાડુ બનાવેલ હતા. આમ લાડુ કુતરા અને ગાય માતા ને જુદા જુદા વિસ્તારોમાં પણ વિતરણ કરવા માટે યુવાનોની ટીમ કાર્યરત બનશે અને આ લાડુ કુતરા અને ગાય માતાને ખવડાવી વરુદેવની કૃપા વહેલાસર જામનગર જિલ્લા ઉપર થાય તેવી પ્રાર્થના પણ કૃષ્ણનગર યુવા ગ્રુપ મહિલા મંડળ દ્વારા કરવામાં આવી હતી

Print