www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભણતરને વયના બંધન નથી: અમેરિકામાં 105 વર્ષના માજીએ માસ્ટર્સ ડિગ્રી મેળવી


1940માં ગિની ‘મા’એ ભણતર છોડેલું

સાંજ સમાચાર

સ્ટેનફોર્ડ (અમેરિકા) તા.22
આમ તો ભણવાની કોઈ ઉંમર નથી હોતી, પણ માણસ ઈચ્છે તો કોઈપણ ઉંમરે ભણતર ફરી શરુ કરી શકે છે. હાલ એક મહિલા સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. 105 વર્ષના એક મહિલાએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. વજીર્નિયામાં રહેતા 105 વર્ષીય ગિની હિસલોપે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એજ્યુકેશન (GSE)માંથી 80 વર્ષ બાદ ભણતર પૂરું કરીને માસ્ટર ડિગ્રી મેળવી હતી. 

1940માં ગિની તેમના કોર્ષના છેલ્લા સેમેસ્ટરમાં હતી. પણ છેલ્લે જ્યારે માસ્ટર માટે થીસીસ સબમિટ કરવાના હતા એ પહેલા જ બીજું વિશ્ર્વ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. જેથી તેમને ડિગ્રી ન મળી. તેમજ યુદ્ધ શરુ થતા ગિનીના બોયફ્રેન્ડ જ્યોર્જ હિસલોપને યુદ્ધમાં સેવા આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ કારણે ગિની હિસલોપે જ્યોર્જ સાથે લગ્ન કરવા માટે તેની ડિગ્રી છોડી દીધી હતી.

ત્યારબાદ જ્યોર્જે યુદ્ધમાં મદદ કરી અને ગિનીએ ઘર સાંભળ્યું હતું. આમ તેમનું ભણતર પૂરું ન થયું. તેમના પરિવારમાં બે બાળકો અને ચાર પૌત્ર તેમજ નવ પ્રપૌત્ર સામેલ છે. તેમણે દાયકાઓ સુધી વોશિંગ્ટન સ્ટેટમાં સ્કૂલ તેમજ કોલેજ બોર્ડમાં પણ સેવા આપી હતી. જયારે હવે તેમણે 16 જૂને માસ્ટર ઓફ આર્ટસ ઇન એજ્યુકેશનમાં ડિગ્રી મેળવી હતી. 

 

Print