www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધરમપુર ગામે ડોક્ટરની વાડીમાં કામ કરતાં પરિવારની 13 વર્ષની પુત્રીનું અપમૃત્યું


સાંજ સમાચાર

જામનગર તા.22
લાલપુરના ધરમપુર ગામે ડોક્ટરની વાડીમાં કામ કરતાં પરિવારની 13 વર્ષની પુત્રીનું શ્ર્વાસમાં તકલીફ થતાં મૃત્યું નિપજ્યું હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે. 

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધરમપુર વાડી વિસ્તારમાં આવેલ એક ડોક્ટરની વાડીમાં રહેતાં અને કામ કરતાં ગોકુલસિંહ નવલસિંહ રાવતની 13 વર્ષની પુત્રી સરિતાને ગઇકાલે સવારના તેની માતાએ જગાડવાનો પ્રયત્ન કરેલ ત્યારે સરિતા કંઇ બોલી શકતી ન હતી અને કોઇપણ કારણસર શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આથી સરિતાને સારવાર માટે લાલપુર સરકારી દવાખાને લઇ જતાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યું નિપજ્યાનું જાહેર કર્યું હતું.

આ બનાવ ડોક્ટર રવિ વાછાણીની વાડીમાં આવેલ મકાનમાં બન્યો હતો. આ અંગે ગોકુલસિંહ રાવતે પોલીસમાં જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ એ.એમ.જાડેજાએ તપાસ હાથ ધરી છે.

 

Print