www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાલાવડ રોડ પરથી 17 વર્ષની સગીરા ઘરેથી ભેદી રીતે લાપત્તા


તાલુકા પોલીસે પ્રૌઢની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી

સાંજ સમાચાર

રાજકોટ તા.22
 કાલાવડ રોડ પરના એક વિસ્તારમાંથી 17 વર્ષની સગીરા પોતાના ઘરેથી ભેદી રીતે લાપત્તા બનતા સગીરાના પિતાની ફરીયાદ પરથી તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી હતી.

 બનાવ અંગે કાલાવડ રોડ પર રહેતા પ્રૌઢે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓ હરતી ફરતી પંચરની દુકાન ચલાવે છે તેમજ તેમના પત્નિ ખાનગી સ્કૂલની બસમાં નોકરી કરે છે. તેઓને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. તેઓ નિયમીત સવારે 8 વાગ્યે કામ અર્થે ઘરેથી નીકળી જાય છે. બાદમાં સાંજના સમયે ઘરે પરત ફરે છે. તેમના પત્નિ પણ સવારે ઘરેથી નોકરી ગયા બાદ સાંજના પરત ફરે છે. તેમનો પુત્ર હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે.

 ગઈ તા.19ના તેઓ દંપતિ કામે નીકળી ગયા બાદ તેમની 17 વર્ષની સગીરવયની પુત્રી ઘરે એકલી હતી. બાદમાં તેઓ બપોરના સમયે ઘરે પરત ફરતા તેમની સગીર પુત્રી ઘરે ન હતી. તેમની પુત્રી કોઈ પરીચીતને ત્યાં ગઈ હશે તેવું માની તેઓ કામ પર પરત ફર્યા હતા.

બાદમાં સાંજના દંપતિ ઘરે આવતા પુત્રી ઘરે હાજર ન હોય જેથી આજુબાજુમાં તપાસ કરતા તેઓની સગીર પુત્રી કયાય મળી આવેલ નહીં જેથી તેમની પુત્રીનું કોઈ અજાણ્યા શખ્સ અપહરણ કરી ભગાડી ગયાની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી હતી.

 

Print