www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પાલતું બિલાડીનું મોત થતા આઘાતમાં માંગરોળની 22 વર્ષિય યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


સાંજ સમાચાર

રાજકોટ, તા.22
માંગરોળની 22 વર્ષિય યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. બનાવની વિગત મુજબ ફાતિમા ઇસ્માઇલ શેખ (ઉ.વ.22, રહે. બાગી રહેમત રાઠોડ ફળિયા જુના મસ્જિદ રોડ માંગરોળ, જિ.જુનાગઢ) ગત તા.18/5/2024 ના રોજ પોતાનાં ઘરે હતી ત્યારે પોતાનાં ઘરનાં રસોડાની છતમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લેતા પ્રથમ સારવાર માંગરોળ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. જ્યાં ગઈ કાલ રાત્રીના સારવારમાં દમ તોડી દીધો હતો. મૃતકે બિલાડી પાળેલ હતી. જેનું મોત નિપજતા ફાતિમાને આઘાત લાગ્યો હતો. તેણી  15 દિવસ પહેલાં લગ્નમાં ગઈ હતી. લગ્નમાંથી આવ્યા બાદ માનસીક અસ્વસ્થ થઈ ગઈ હતી. બાદ યુવતીએ આ પગલું ભર્યું હતું. તેણી બે ભાઈ અને બે બહેનમાં બીજા નંબરની હતી.

 

Print