www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ


જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા તથા જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાએ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સક્રિયતા દાખવવા સૂચનો કર્યા

સાંજ સમાચાર

જામનગર તા.19

જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને કેબિનેટ મંત્રીશ્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યોશ્રી મેઘજીભાઈ ચાવડા અને શ્રી હેમંતભાઈ ખવાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તે અંતર્ગત કાર્યવાહી કરવા કલેક્ટરશ્રી બી.કે. પંડ્યાએ લગત અધિકારીશ્રીઓને જરુરી સૂચનાઓ આપી હતી. 

ધારાસભ્યશ્રીઓએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવા, જમીન માપણી અંગેની કામગીરી, ખેતીવાડી વિભાગના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, પીજીવીસીએલની કામગીરી, પાણી પૂરવઠા વિભાગના પ્રશ્નો, પંચાયત અને સિંચાઈ વિભાગના પ્રશ્નો, આંગણવાડી વિભાગને લગત રજૂઆતો સહિતના મુદ્દાઓ બાબતે રજૂઆત કરી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ જામનગરના વિકાસને ધ્યાને રાખીને કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને સક્રિયતા દાખવવા અને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે આયોજન કરી તેનો અમલ કરવા સૂચના આપી હતી. 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન. ખેર, નાયબ વન સંરક્ષકશ્રી આર ધનપાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શારદા કાથડ, સંલગ્ન પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. 

Print